ધાનેરામા આ વખતે સર્વ સમાજના ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં સમગ્ર ઈતરસમાજના લોકો તરફથી દરેક ગામોમાં ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી માવજીભાઈના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ.રાજકીય આગેવાન વસરામભાઈ ગલચર સહિત વિશાળ સમર્થકો સાથે સમગ્ર ધાનેરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમા જઈ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો.સમગ્ર પ્રચાર દરમ્યાન બળવંતભાઈ બારોટના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સમગ્ર ધાનેરા શહેરમાં અપક્ષના ઉમેદવારને જીતાડવા અને માટલાના નિશાન પર ઈ વી એમનું બટન દબાવી માવજીભાઈ દેસાઈને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.અને લોકો પણ ઉત્સાહ સાથે માવજીભાઈ દેસાઈને જીતાડવા પ્રચારમાં જોડાઈ સર્વ સમાજના ઉમેદવારના સમર્થનમાં જોડાઈ રહ્યા છે.જેના લીધે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો માટે આ વખતે કપરા ચઢાણ જોવા મળી રહયા છે.