અંકલેશ્વરની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટારુઓ ત્રાટક્યા
ચાર લૂંટારૂઓએ દેશી તમંચા સાથે ત્રાટકતા લોકો ભયભીત
પોલીસે લૂંટારૂઓનો પીછો કર્યો, લૂંટા્રૂઓના હાથમાંથી એક થેલો પડી ગયો
ફિલ્મી દ્રશ્યોની જેમ લૂંટારૂઓ અને પોલીસ વચ્ચે ફાયરિંગની ઘટના બની
ભરૂચના અંકલેશ્વરમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં લૂંટારૂઓ ત્રાટકવાની ઘટના સામે આવી છે. આ લૂંટારૂઓ દેશી તમંચા સાથે શાખામાં ધસી આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી, જોકે પોલીસે સમયસર આવી જતાં લૂંટારૂઓ ભાગ્યા હતા અને લૂંટારૂઓનો પોલીસે પીછો કરતા લૂંટારૂઓએ પોલીસ પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના સમયે રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ લોકો ભયભીત થયા હતા. દરમિયાન આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લૂંટારૂઓ ભાગી રહ્યા હતા ત્યારે ફાયરિંગ કરાતું હતું, આ ફાયરિંગ દરમિયાન લૂંટારૂના હાથમાંથી થેલો પડી ગયો હતો, અને તુરંત જ પોલીસે દોડી આવી ફાયરિંગ કર્યું હતું, જેમાં લૂંટારૂઓ ભાગવા જતા લૂંટારૂઓનું હેલમેટ પણ પડી ગયું. આ સમગ્ર ઘટના ભર બજારમાં બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
બનાવની વિગત એવી છે કે, હાલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની મધ્યમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર લૂંટારૂઓ ત્રાટક્યા હતા. આ લૂંટારૂએ બે બાઈક પર આવ્યા હતા. આ ઘટનાને પગલે બેંકમાં હાજર લોકો ભયભીત બની ગયા હતા. મસમોટી ચોરી કરવા આવેલા ચાર લૂંટારૂઓએ તમંચા સાથે યૂનિયન બેંકમાં ત્રાટકી રીતસરનો તમંચો કાઢ્યો હતો અને લોકોને ભયભીત કરી લૂંટ ચલાવી હતી. જોકે આ ઘટનાને પગલે પોલીસને જાણ થતાં જ પોલીસ સમયસર આ યૂનિયન બેંકના સ્થળ પર આવી પહોંચી હતી અને સમયસર કાર્યવાહી શરૂ કરી હતી. જોકે લૂંટારૂઓએ લૂંટ મચાવી હંગામો મચાવ્યા બાદ ભાગી રહ્યા હતા. બે બાઈક પર આવેલા લૂંટારૂઓ ભાગ્યા ત્યારે બંને અલગ અલગ દિશામાં ભાગ્યા હતા. એક બાઈક રાજપીપળા ચોકડી તરફ ભાગી હતી. જ્યારે બીજી બાઈક બ્રીજનગર તરફ રોંગ સાઇડમાં ભાગી હતી. પોલીસે રાજપીપળા તરફ ભાગેલા લૂંટારૂઓનો પીછો કર્યો હતો. જોકે આ ઘટના વચ્ચે લૂંટારૂઓના હાથમાંથી એક થેલો પડી ગયો હતો. આ ફિલ્મી દ્રશ્યો વચ્ચે લૂંટારૂઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
વિપુલ મકવાણા