પાવીજેતપુર નજીક પાવીના પુલ ઉપર મોડી સાંજે ટ્રેનની ટક્કર વાગતા બે મહિલાના કરુણ મોત.......

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

      છોટાઉદેપુર થી વડોદરા તરફ સાંજના ૬.૪૦ જેટલા સમયે ટ્રેન જઈ રહી હતી ત્યારે પાવી વિસ્તારની બે મહિલાઓ બજારનું કામ પતાવીને ઘરે પરત જઈ રહી હતી ત્યારે પાવીના પુલ ઉપર સામેથી એકાએક ટ્રેન આવી જતા જેની બંને મહિલાઓને ખબર જ ન પડતા તેમજ દૂરથી ટ્રેને હોર્ન માર્યો હોય, પરંતુ પુલની વચ્ચોવચ આવી જઈ મહિલાઓ ગભરાઈ જતા ટ્રેનની ભયંકર ટક્કર વાગતા મહિલા સવિતાબેન વિઠ્ઠલભાઈ રાઠવા ( ઉ. વ. ૫૫ ) ઉછળી પુલની નીચે પડી હતી જેની જાણ થતાં જ ૧૦૮ બોલાવી તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા. થોડીવાર પછી ખબર પડી હતી કે એ મહિલાની નવાસી તેજલબેન મુકેશભાઈ બારીયા ( ઉ. વ. ૧૬ )તેઓની સાથે હતી જેની અંધારામાં અડધો કલાક ઉપર તપાસ કરતા રેલવેના પુલના નીચેના ભાગે એ મહિલાની લાશ મળી હતી આ ઘટનાની જાણ વાયુ વગે બજારમાં થતા લોક ટોળા સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમજ પાવીજેતપુર પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી.