સાગબારા તાલુકાના એક ગામની પરણિત મહિલાનિ મદદે પહોંચી સુખદ સમાધાન કરાવતી અભયમ ટિમ નર્મદા

સાગબારા તાલુકા એક ગામ નિ પરિણિત મહિલા સાથે તેમના પતિ ઝગડો કરી અઢી વર્ષ નિ દીકરી લઈ પરત નહિ આપતા મહિલાએ અભયમ ટિમ નર્મદા માં ફોન કરી મદદ નિ ગુહાર લગાવતા અભયમ ટિમ નર્મદા પરિણિત મહિલા ના ઘરે પહોંચી અસરકારક કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરવી 14 દિવસ થિ અલગ રહેલી બાળકી ને માતા સાથે મેળાપ કરાવવામાં સફળતા મેળવી હતી

પ્રાપ્ત વિગત અનુસાર સાગબારા તાલુકાના એક ગામની પરિણીત મહિલાએ અભયમ ટિમ નર્મદા માં ફોન કરી મદદ ની ગુહાર લગાવતા અભયમ ટિમ નર્મદા પરિણીત મહિલા નિ ઘરે પહોંચી મહિલા સાથે વાત કરતા મહિલાએ જણાવ્યું કે અમારી અઢી વર્ષ નિ દીકરી એ ટોયલેટ કરી હતી અને મહિલાએ તેમના પતિ ને સાફ કરવા કહેતા પતિ એ ઝગડો કરી અપ શબ્દો બોલી માર ઝુંડ કરી દીકરી ને લઈ લીધી હતી અને અને જણાવેલ કે હવે દીકરી તને નહિ મળે અને મારે ના છૂટકે પિયર જવું પડ્યું હતું અને બે અઠવાડીયા પછી પણ પતિ એ દીકરી નહિ આપતા મહિલા એ અભયમ ટિમ નર્મદા ને ફોન કરી મદદ માંગી હતી અભયમ ટિમ દ્વારા મહિલાની વાત સાંભળ્યા બાદ મહિલા ને લઈ તેમની સાસરી માં પહોંચી મહિલાના પતિ સાથે વાત ચિત કરી તેને જણાવેલ કે આ તમારી પત્ની છે તેની સાથે ગેર વર્તન ના થાય બાળક ઉપર જેટલું પિતા નો અધિકાર છે તટલો જ માતા નો પણ અધિકાર છે અને મહિલા ઉપર હાથ ઉપાડવો પત્ની કે હેરાન કરવું એ કાયદેસર અપરાધ કહેવાય જો આજ પછી પત્ની ને હેરાન કરશો તો કાયદેસર કાર્યવાહો થશે તેવી સમજણ આપતા મહિલાના પતિ ને પોતાની ભૂલ સમજાઈ હતી અને દીકરી ને મહિલા ને સોંપી હતી અને આજ પછી ઝગડો નહિ કરે અને સુખ શાંતિ થિ રહીશું તેવી બાંહેધરી આપતા બે અઠવાડિયા થિ વિખૂટી પડેલી દીકરી નો માતા સાથે મેળાપ કરવી પરિવાર ને એક કરવામાં અભયમ ટિમ નર્મદા ને સફળતા મળી હતી