ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૪૧૬૯ કિ.રૂ .૬,૧૭,૭૧૦ / - નો મુદામાલ રહેણાંક ઘરમાંથી પકડી પાડતી ડીસા ડિવીઝન પોલીસ.પોલીસ મહાનિરીક્ષક શ્રી જેઆર મોરથલીયા સરહદી રેન્જ કચ્છ ભુજ નાઓ તથા બનાસકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાઓ દ્વારા જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા. ના.પો.અધિ.શ્રી ડો. કુશલ આર ઓઝા તથા ડીવીઝનની પોલીસ વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અન્વયે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન સૌ નાના ગામે રહેતા ભરતસિંહ જાલમસિંહ જાદવ તથા ચીન્ટુસીંહ ઉર્ફે દિલીપસિંહ કરણસિંહ જાદવ પોતાના રહેણાંક ઘરે તથા ગામના ગૌચરમાં વીદેશી દારૂનુ કટીંગ મોટાપાયે કરી રહેલ છે . તે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ પ્રોહી . અંગે રેઈડ કરતાં આરોપીઓના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં બનાવેલ બેડરૂમમાં બનાવેલ ગુપ્ત ભોયરામાં ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂટીનની અલગ અલગ બ્રાન્ડની નાની - મોટી કુલ બોટલ નંગ- ૪૧૬૯ કિં.રૂા ૬,૧૭,૭૧૦ / - તથા રજી.નં. જીજે - ૩૫ - બી -૬૦૩૩ તથા જીજે - ૦૧ - આરકે -૬૪૪૪ વાળી નંબર પ્લેટ નંગ- ૦૫ કિ.રૂ. ૦૦ / - તથા રજી.નં. જીજે - ૩૫ - બી -૬૦૩૩ તથા જીજે - ૦૧ - આરકે -૬૪૪૪ વાળી આર.સી.બુક નંગ ૦૨ કિ.રૂ. ૦૦ / - તથા ચુંટણી કાર્ડ નંગ ૦૧ કિ.રૂ. ૦૦ / - મળી કુલ કિ.રૂા . ૬,૧૭,૭૧૦ / - ના મુદામાલ રાખી પોલીસ રેઇડ દરમ્યાન આરોપીઓ નંબર વગરની સ્વિફટ કાર લઈ નાસી ગયેલ હોય જેઓના વિરૂદ્ધમાં પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. રીપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા