ભાજપ-કોંગ્રેસ વચ્ચેની ધમાસણ માં કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ની હાર ફાઈનલ
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ફાઈટ
જનતાદળ અને અપક્ષ ખેલ માં નિર્ણાયક
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ની ચુંટણી આડે હવે માત્ર બે દિવસ બાકી છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે.વી કાકડીયા, કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા ની વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાય રહેલ છે ત્યારે આ ત્રિપાંખીયા જંગમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ની હાલત ખરાબ જણાય રહેલ છે. કોંગ્રેસના પીઠ આગેવાન, સ્વચ્છ છબી ધરાવતા ડો.બોરીસાગરે ધારી વિધાનસભા ચુંટણીના દાવેદાર તરીકે ઉમેદવારી જાહેર કરેલ છે ત્યારથી કોંગ્રેસ માં કયાકને કયાક આંતરકલહ, નારાજગી જોવા મળી રહેલ છે. પાટીદાર સમાજના ગઢ સમાન ધારી વિધાનસભા માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રચાર માં નીકળેલા ડો. બોરીસાગર ને સહુથી પહેલા પાટીદાર સમાજ ના રાજકીય આગેવાનો ની નારાજગી નો સામનો કરવો પડેલ. કોંગ્રેસના જુના જોગી સમાન એક રાજકીય જુથે ડો. બોરીસાગર ના ચુંટણી પ્રચાર માં કોઈપણ જાતનો રસ દાખવેલ નથી. ઉલ્ટાનું એક સાંધે ને તેર તુટે તેવો ધાટ ધારી વિધાનસભા માં જોવા મળેલ છે. અને એક પછી એક કોંગ્રેસ ના મહારથીઓ ભાજપમાં ચાલ્યા ગયેલ હતા. ધનજીભાઈ ડાવરા, જેનીલ ડાવરા, હીરેન પટ્ટણી સહિત કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો અને આગેવાનો એ કોંગ્રેસ છોડેલ હતી. તો બીજીબાજુ પ્રદીપ કોટડીયા અને તેના સાથી કોંગ્રેસના આગેવાનો અને સરપંચો પણ નિસ્ક્રીય બનીને કોંગ્રેસ વિરોધી કામગીરી કરતા ગયા. દશકાઓ થી કોંગ્રેસ ની વોટબેંક ગણાતા લધુમતી, એસ.સી, એસ.ટી, અનુસૂચિત જાતીએ પણ દશકાઓની પરંપરા તોડી અથવાતો કોંગ્રેસના ધારી વિધાનસભા ના માળખાએ આ પરંપરા ને તોડાવીને પોતાના જ પક્ષને મોટુ નુકસાન કરાવેલ છે. વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી માં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો હતો પરંતુ સમિકરણો ઉપર નઝર નાખીયે અને કોંગ્રેસ ની દશકાઓ જુની વોટબેંક ની સાથે વાત કરી ત્યારે જાણવા મળેલ કે કોંગ્રેસ ની વોટબેંક પણ ઉમેદવાર ની પસંદગી ના કારણે કોંગ્રેસ નો હાથ છોડીને કોંગ્રેસના આ ઉમેદવાર ને હરાવવાનો નિર્ણય કરેલ છે.સત્તા ના સમરાંગણમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જે ફાઈટ હતી એ ફાઈટ આમ આદમી પાર્ટી અને ભાજપ પુરતી સિમિત રહેલ છે જેના માટે જનતાદળ ના ઉમેદવાર પાયલ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર ભાઈ વાળા કયા પક્ષને કેવડુ નુકસાન કરાવે છે એ જોવાનુ રહીયુ
આપ અને ભાજપ વચ્ચે ફાઈટ, કોંગ્રેસ સાઈટમાંથી નીકળી પડી
પાયલ પટેલ અને ઉપેન્દ્ર ભાઈ વાળા જેના મત તોડશે એની હાર
દશકાઓની પરંપરા તુડશે, કોંગ્રેસ ની વોટબેંક સમજદારી થી કામ લેશે