આદિપુરના નંદુભાઈએ પીએમ પ્રત્યે લાગણી દર્શાવી

    કચ્છની ધરાને નર્મદાના નીર, ઔદ્યોગીક અને કૃષિ ક્રાંતિ, સ્મૃતિવન, વૈશ્વિક પ્રવાસન સહિત સર્વાંગી અને સાર્વત્રિક વિકાસની ભેટ આપનાર સવાયા કચ્છી, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજપુરુષ એવા ભારતવર્ષના ગૌરવવંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કચ્છના મધ્યબિંદુ સમા, જેસલ તોરલ અને દાદા અજેયપાળના શહેર અંજાર મધ્યે કચ્છની છ એ છ વિધાનસભા બેઠકો પરના ભાજપના ઉમેદવારોના સમર્થન માટે આજે બપોરે ર કલાકે અંજાર આદિપુર રોડ પર રાધે રિસોર્ટ સામેના વિશાળ ગ્રાઉન્ડમાં એક વિરાટ જાહેરસભાનું સંબોધન કરવા પધાર્યા હોઈ આ પ્રસંગે આદિપુરના નંદુભાઈ મીઠવાણીએ તેમના માટે ભેટ સ્વરૂપે અને ભાજપ પ્રત્યે પોતાની લાગણી માટે પોતાની હેર સ્ટાઈલમાં પ્રધાનમંત્રી શ્રી નું નામ લખાવ્યું હતું, નોંધવું રહ્યું કે જ્યારે પણ પ્રધાનમંત્રી શ્રી કચ્છની ધિંગીધરા પર પધારે છે ત્યારે નંદુભાઈ પોતાની હેર સ્ટાઈલમાં મોદી લખાવે છે, આ સતત સાતમી વખત તેમણે હેર સ્ટાઇલમાં મોદી લખાવ્યું છે

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*