કડીના ખાવડ ગામે મકાન બનાવવાની બાબતમાં અરજીઓ કેમ કરે છે. તેમ કહીને ત્રણ ઈસમોએ એક યુવાનને લાકડી વડે માર મરાતા યુવાને કડીની ભાગ્યદોય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ખાવડ ગામનો યુવાન બાઈક ઉપર પોતાના માતા-પિતા સાથે બળીયા દેવની માનતા પૂરી કરવા જઈ રહ્યો હતો. જે દરમિયાન ગામના જ ત્રણ ઈસમોએ રસ્તામાં રોકીને યુવાનને માર મરાતા ઈજાઓ પહોંચી હતી. પોલીસે 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કડી તાલુકાના ખાવડ ગામે રહેતો રણજીત ઠાકોર કે જે પોતે પોતાના માતા-પિતા સાથે પરિવાર સાથે ગામમાં જ રહે છે અને ખેતી કામ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જેને બળીયા દેવની બાધા હોવાથી યુવાન તેના માતા-પિતા સાથે પોતાના માલિકીનું બાઈક લઈને ખાવડથી નાડોલીયા રસ્તા ઉપર આવેલ બળીયા દેવના મંદિરે જઈ રહ્યા હતાં. ખાવડથી નાડોલિયા જવાના રસ્તા ઉપર લીંબડીયા કુવાની બાજુમાં ગામના જ નટુજી, ચિરાગ અને આનંદ ઉભા હતા અને બાઈક લઇને જતા રણજીત ઠાકોરને ઉભો રાખ્યો હતો. આ ત્રણે જણા કહેવા લાગ્યા કે, અમે મકાન બનાવી રહ્યા છીએ તો તું કેમ વિજ થાંભલાને લઈ અરજીઓ કરે છે? આ સાંભળી યુવાને કહ્યું કે, હું કોઈ અરજીઓ કરતો નથી અને આ બાબતે હું કઈ જ જાણતો નથી. આમ કહેતા જ 3 ઇસમોએ લાકડી વડે હુમલો કરાતા યુવાનને ભારે ઇજાઓ પહોંચી હતી અને યુવાન જમીન ઉપર પડી ગયો હતો.
ઇજાગ્રસ્ત યુવાન સાથે રહેલા તેના માતા-પિતાએ બુમાબૂમ કરતાં આજુબાજુના ખેતરમાં રહેલા લોકો દોડી આવ્યા હતા. આ ત્રણેય ઈસમો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતાં. યુવાનને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ત્રણ ઈસમો વિરોધ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.