સુરત જિલ્લાના મહુવા માં ભાજપ ના ઉમેદવાર ને બદનામ કરવાનું કાવતરું સામે આવ્યું છે , જે ગામ મહુવામાં છેજ નથી એ ગામ માંથી ભાજપના ઉમેદવાર ને ભગાવ્યા હોવાનો કોઈક અજાણ્યો વિડિઓ ફેસબુક પર મૂકી મહુવાનો દર્શાવ્યો, મહુવા સરપંચ એસોસિયેશન ના પ્રમુખ દ્વારા સુરત અને તાપી જિલ્લા પોલીસ વડા ને લેખિત માં ફરિયાદ કરવામાં આવી

રાજકારણ માં જીત માટે પક્ષો તમામ હદો પાર કરી દેતા હોય છે અને શામ દામ દંડ ભેદ ની નીતિ પણ અપનાવતા હોઈ છે ત્યારે સુરત જિલ્લા ની 170 મહુવા વિધાનસભા ના ભાજપ ને બદનામ કરવાનું એક કાવતરું સામે આવ્યું છે , સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ' ચૌધરી સરકાર અને ' બંટી ધોડિયા 'નામના ફેસબુક એકાઉન્ટ પર થી એક પોસ્ટ મુકવામાં આવી છે અને એમાં મહુવા વિધાનસભા ના ઉમેદવાર મોહન ધોડિયા ને મહુવા તાલુકાના 'સરવાણી 'ગામે થી પ્રચાર દરમ્યાન સ્થાનિકો એ રોષ વ્યકત કરી ને ભગાવ્યા હોવાનું લખાણ લખવામાં આવ્યું છે , જોકે સમગ્ર બાબતે મહુવા સરપંચ એસોસિયેશન ના પ્રમુખ દ્વારા સુરત અને તાપી જિલ્લા પોલીસ વડા ને લેખિત માં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે , મહુવા તાલુકામાં ' સરવાણી 'નામનું કોઈ ગામ છેજ નથી અને આવી કોઈ ઘટના મહુવા તાલુકામાં બની નથી છતાં માત્ર અને માત્ર ઉમેદવાર ને બદનામ કરવા માટે ખોટી પોસ્ટ મુકવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

જોકે સમગ્ર બાબતે 170 મહુવા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર મોહન ધોડિયા એ પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી 2022 વિધાનસભા માં હાર ભાળી ગઈ છે જેથી યેનકેન પ્રકારે મને બદનામ કરવા આવા કાવતરા રચી એને સોસીયલ મીડિયા પર ફેલાવી રહી છે જણાવ્યું હતું