એક કંપનીમાં નોકરી કરતો યુવક બે દીવસ પહેલા કંપનીની થ્રિ વીલ વાળી સાયકલને લઇ કંપનીમાં જઇ રહ્યો હતો. લીંગડ ગામની સીમમાંથી પસાર થતી વખતે પાછળ પુર જડપે આવી રહેલ ફોર વીલના ચાલકે સાઈકલને ધડાકા ભેર અડફેટમાં લેતા યુવકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા જ્યા યુવકે 26 નવેમ્બરના રોજ દમ તોડ્યો હત. જેને લઇ પલસાણા પોલીસે ગુનો નોધી તપાસ હાથધરી છે. મળતી માહીતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશમાં સતના જિલ્લાના અને હાલ સુરત શહેરના ભાટિયા ચેક પોસ્ટની બાજુમાં આવેલ હરેશ સ્ટીલ એન્ડ પાઇપ કંપનીના મિલમાં રહેતા સતીષ ભગવાનદીન રજક (25) જેઓ ભાટીયા ગામે આવેલ હરેશ સ્ટીલ એન્ડ પાઇપ કંપનીના માલને કંપનીની શ્રી વિહલ સાયકલ પર લઇ જઇ જે તે સ્થળે ડીલેવરી કરવાનુ કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવી રહ્યા હતા. ગત 23 નવેમ્બરના રોજ સતીશભાઇ કંપનીનીની થ્રી વીલ સાઇકલ લઇ પલસાણા તાલુકાના લીંગડ ગામેની સીમમાં માંથી લીંગડ ખાડી આગળથી પલસાણાથી સચીન જતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણી ફોરવીલ ગાડીના ચાલકે પુર ઝડપે ગફલત રીતે લાવી સતીષભાઇની સાયકલને પાછળથી ટક્કર મારી અડફેટમાં લઇ ગાડી ચાલક પોતાની ગાડી લઇ ત્યાંથી ભાગી છુટ્યો હતો. સતીષભાઇના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેઓને સુરત નવી સીવીલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમની હાલત વધુ ગંભીર થતા તેઓને વધુ સારવાર માટે મહાવીર હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન 26 નવેમ્બરના રોજ સતીષકુમારનું મોત નીપજ્યું હતુ ઘટમાં અંગે મૃતકના ભાઈ રાજન રજકે અજાણી કાર ચાલક વિરૂધ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવીહતી. ઘટના અંગે પોલીસે તપાસ હાથધરી છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं