આજે ગૃહમંત્રી અમિત શાહની તબિયત બગડી હતી. તેથી વડોદરામાં યોજાનારી તેમની સભા રદ થઈ હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં અમિત શાહના સ્થાને જે. પી. નડ્ડા સભામાં સંબોધન કર્યું હતુ. ખરાબ તબિયતના કારણે અમિત શાહ મહુવાથી સીધા અમદાવાદ પહોંચ્યા હતા. વડોદરામાં નિઝામપુરાના મહેસાણાનગરમાં આવેલ ગરબા ગ્રાઉન્ડમાં અમિત શાહની ચૂંટણી સભા યોજાવાની હતી. અહીં સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ગઈ હતી.