આગામી 1અને 5 તારીખ ના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને જ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જે અંતર્ગત મતદાન સો એ 100% થાય તેને લઈને વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે રિક્ષાચાલકોમાં જાગૃતિ આવે તે માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે જયા 3, 000 થી વધુ રિક્ષાચાલકોને મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા