હાલોલની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ગ્રાન્ડ પેરેન્ટ્સ દાદા દાદી હાજર રહ્યા હતા

        સંસારમાં એવું માનવામાં આવે છે કે દાદા-દાદી ભગવાનના આશીર્વાદ સ્વરૂપ છે જેમાં દાદા દાદી સપનાનાઓના સાચા વિશ્વાસીઓ છે જેમાં તેઓ જ તેમના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને સપનાં સાકાર કરવા પ્રોત્સાહિત કરી સપના સાચા કરવા દબાણ કરે છે જેમાં દાદા દાદી વિનાનુ ઘર અને જીવન પૌત્ર-પૌત્રીઓને સુનું અને સૂનકાર ભાસે છે કેમકે દાદા દાદી કુટુંબને સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ શીખવવામાં મદદ કરે છે માટે આવા દાદા દાદીઓ પણ પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદ પ્રમોદ કરી શકે અને પોતાના સ્કૂલ કાળના દિવસો યાદ કરી ફરી એકવાર વિદ્યાર્થી બની મોજ મસ્તી કરે તે માટે હાલોલની ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલે અનોખી ઉમદા પહેલ કરી ગ્રાન્ડ પેરેન્ટ્સ દિવસની રંગે ચંગે ઉજવણી કરી વિદ્યાર્થીઓના દાદા દાદીઓને સ્કૂલમાં આમંત્રિત કરી તમામ દાદા દાદીઓને વિવિધ રમતો રમાડવામાં આવતા ઉપસ્થિત તમામ દાદા-દાદીઓએ ભારે ઉમંગ ઉલ્લાસ સાથે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને પૂરા ઉત્સાહથી રમતોનો આનંદ માણ્યો હતો અને પોતાના સ્કૂલ કાળના સ્મરણોને વાગોળી ભરપૂર આનંદ મેળવી તૃપ્ત થયા હતા.