ધારીના ખોડિયાર ડેમમાંથી વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો

 ધારીના ખોડિયાર ડેમમાંથી મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે આ વૃધ્ધ ધારી શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા હોવૌનું જાણવા મળ્યું હતું. મરણ જનાર છગનભાઈ ઘરેથી ૧-૮ના રોજ નીકળી ગયા હતા. આ બાબતની જાણ પણ ધારી પોલીસમાં કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ ખોડિયાર ડેમમાંથી મળી આવ્યો હતો. મરણ જનારને તાવ આવતો હોય અને તાવ આવે ત્યારે રસ્તો ભુલી જવાની તકલીફ હોય તો અકસ્માતે શેત્રુંજી નદીમાં પડી જવાથી ખોડિયાર ડેમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ધારી પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહને ધારીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ધારી પોલીસે તપાસ હાથ ધરી છે.

વિપુલ મકવાણા અમરેલી