2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કડી વિધાનસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા કરસન સોલંકીની પસંદગી કરવામાં આવી હતી અને ભાજપ દ્વારા કડી શહેર તેમજ તાલુકાની અંદર પ્રચાર પ્રસારની જોરશોરથી શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે કડીના પુત્ર અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી આવી પહોંચ્યા હતા અને સી.એન કોલેજ ખાતે કાર્યકર્તાઓની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં નીતિન પટેલે કાર્યકર્તાઓની ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કડી હાઇવે ઉપર આવેલ સી.એન કોલેજના હોલની અંદર 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, ઘણા લોકો મને કહે છે કે નીતિનકાકા તમે નથી તો મજા નથી આવતી એ વાત મનમાંથી કાઢી નાખવાની આપણે બધા એટલે હું અને હું એટલે આપણો પક્ષ. હું જ્યારે વિધાનસભાની ચૂંટણી લડતો હતો, ત્યારે બધા નીતિનભાઈ થઈ જતા હતા. તો હવે આપણા બધા કરસનભાઈ છીએ, હું જ્યારે 90માં પહેલી વખત લડ્યો ત્યારે આપણી C ગ્રેટની સીટ હતી. તો હવે તો બધું સકારાત્મક છે કોઈ નેગેટિવ ફેક્ટર છે જ નહીં, તો લીડ આપણે વધારવાની છે. પહેલા તો આપણે સૂત્ર બોલતા હતા કમળ એટલે કમળ બાકી તો બધું રમણ ભમણ પણ આ વખતે ભગવાએ ખરેખર કોંગ્રેસને રમણ ભમણ  કરી કાઢી નાખી છે.

કડી સી એન કોલેજની અંદર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીલક્ષી કાર્યકર્તાઓની બેઠક મળી હતી. જેમાં નીતિન પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વધુમાં તેમને જણાવ્યું હતું કે કડી શહેરની અંદર 1,000 થી વધુ બેનરો લાગવા જોઈએ અને હું તો ચીકણો મારો છું. તમને બધાને ખબર છે ને હું ખૂણે ખૂણે જઈને ચેક કરીશ અને તમને ખબર પણ નહીં પડે પછી હું પડદા મગજમાં રાખીશ અને આપણે બધા જ ચૂંટાયેલા છીએ અને આપણને ભાજપે મોટા કર્યા છે. મને ભાજપે મોટો બનાવ્યો છે આખા ગુજરાતમાં નીતિન પટેલ કોણ ભાજપે મારી ઓળખાણ આપી છે. જો ભાજપ ન હોત તો હું અત્યારે છોકરાઓ જોડે નીતિન ઓઇલ મીલમાં બેઠો હોત તેવું તેમને જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને જોશ પૂર્યો હતો અને કરસન સોલંકીને 20,000 થી વધુ લીડથી જીતાડવાની કાર્યકર્તાઓ સમક્ષ વાત મૂકી હતી. કાર્યકર્તાઓની મિટિંગમાં કડી શહેર તેમજ તાલુકાના વિવિધ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.