*લઘુમતી સમાજ ના 1 થી 8 ધોરણમાં ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થી ઓ ને કેન્દ્ર સરકાર તરફથી મળતી શિષ્યવૃતિ સમગ્ર ભારતમાં આજ થી બંધ કરી દેવામાં આવી છે,

*લઘુમતી સમાજના 1 થી 8 ધોરણના વિદ્યાર્થી ઓ ને મળતી નેશનલ સકોલરશીપ પોર્ટલ અંતર્ગત ધોરણ 1 થી કોલેજ સુધી તેમજ પ્રોફેશનલ, ટેકક્નિકલ વોકેશનલ કોર્સ કરતા ખાનગી શાળા અને કોલેજ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ માટે શિષ્યવૃતિ યોજના અમલમાં છે,

*વર્ષ 2022-23 દરમ્યાન અભ્યાસ કરતા લઘુમતી સમુદાય ના વિદ્યાર્થી ઓ પાસેથી કેન્દ્ર સરકાર ઘ્વારા નેશનલ સકોલર શિપ પોર્ટલ પર થી પ્રિ મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક ની અરજીઓ મંગાવવામાં આવી હતી અને તે અંગે પ્રિ મેટ્રિક એટલે કે ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હાલમાં જ પૂર્ણ થયેલ છે, આમ સમગ્ર ભારતમાં લઘુમતી સમાજના વિદ્યાર્થીઓ એ લાખો અરજી શિષ્યવૃતિ માટે સબમિટ કરેલ છે પરંતુ હાલમાં સરકાર

*ઘ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર ઘ્વારા જે શિષ્યવૃતિ મળતી હતી તે બંધ કરવામાં આવેલ છે, અત્યાર સુધી જે લાખો લોકો એ ફોર્મ ભર્યા હશે તેમના ફોર્મ કાં તો વેરીફાઈ પણ થઇ ચુક્યા હશે અથવા વેરિફિકેશન પેન્ડિંગ હશે તે તમામ ફોર્મ ને ફરી થી ડિફેક્ટ કરવામાં આવી રહ્યા છે અને એપ્લિકેશન સ્ટેટ્સ માં એવું લખેલું જોવા મળશે કે સ્ટાન્ડર્ડ 1 થી 8 આર નોટ એલિજીબલ ફ્રોમ 2022 એઝ ધે આર અંદર કવર RTE, રાઈટ ટુ એજયુકેશન બાળક નો મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર નિયમ 2009 અંતર્ગત ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરાવવાની જવાબદારી સરકારની છે એટલા માટે સરકારે તમામ જગ્યાઓ પર સરકારી શાળાઓ બનાવવાની છે અને ધોરણ 1 થી 8 ના કોઈપણ બાળક ના શિક્ષણ થી વંચિત ના રહે તેથી તેમને તમામ ફેસિલિટી પુરી પાડવાની છે, તે ઉપરાંત બીજો કાયદો પઃણ છે કે ગરીબ અને વંચિત વર્ગના બાળકોને 25% ખાનગી શાળામાં પણ અભ્યાસ કરાવવો, એ અંતર્ગત જે બાળકોને પ્રવેશ મળે છે તેને ખાનગી સ્કૂલમાં 1થી 8 ધોરણમાં અભ્યાસ કરાવવાની જવાબદારી પણ સરકારની છે અને તેની શિક્ષણ ની ફી પણ સરકાર ચૂકવે છે,

*તેથી હવે થી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા 1થી 8 ધોરણ ના વિદ્યાર્થીઓ જેઓ 25% રિજેર્વેશન કોટામાં હોય અને ના પણ હોય તો પણ હવે થી તેમને મળતી શિષ્યવૃતિ યોજના નો લાભ નહીં મળે. ધોરણ 9 અને 10 વિદ્યાર્થી ને આનો લાભ મળશે.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.