આવતીકાલે પોલીસ કર્મચારીઓ મતદાન કરશે ડીસામાં આજે એસી.ડબ્લ્યુ . હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી . ડીસામાં પણ ફેસિલિટેશન સેન્ટર પર આજે સવારથી જ કર્મચારીઓ મતદાન માટે પહોંચ્યા હતા . જેમાં ઇડિંગ ઓફિસર , પોલિંગ એજન્ટ , પોલિંગ મહિલા એજન્ટ અને સર્વિસ વોટર એ તેમનું મતદાન કર્યું હતું . જ્યારે આવતીકાલે પોલીસ કર્મચારીઓ પણ મતદાન કરશે . ડીસામાં યોજાયેલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર નેહા પંચાલ અને મદદનીસ ચૂંટણી અધિકારી કે.એચ. તરાલની દેખરેખ હેઠળ યોજાઇ હતી. રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસકાંઠા