ભીલડી માં તંત્રની રહેમ હેઠળ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે

રોજે રોજ રાત્રિના સમયે અનેક ટ્રેક્ટરો લીલા લાકડાભરી શો મિલોમાં ઠલવાઈ રહ્યા છે

તંત્રને ધ્યાન દોરવા છતાં કોઈ જ કાર્યવાહી નહિ ફોરેસ્ટ વિભાગ પણ શંકા ના દાયરા માં

શિયાળાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે લાકડાની પણ માંગ વધી રહી છે ત્યારે ભીલડી વિસ્તારમાં તંત્રની રહેમ નજર હેઠળ શો મિલો ધમધમી રહી છે ભીલડી ની આજુબાજુ વિસ્તારમાંથી રોજે રોજ અનેક ટ્રેકટરો ભરી લીલા લાકડાઓ સોમીલોમાં ઠલવાઈ રહ્યા છે જેને લઇ મીડિયા દ્વારા અગાઉ પણ અહેવાલો રજૂ કરાયા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી લઈ તંત્રની કામગીરી પણ શંકા ના દાયરામાં જોવા મળી રહી છે સામાન્ય પ્રજાજનોને રસ્તા પર થી લીલા લાકડાઓ ભરી જતાં ટ્રેક્ટરો અને લારીઓ જોવા મળી રહી છે પરંતુ ફોરેસ્ટ વિભાગ અને મામલતદાર તથા ભીલડી પોલીસ ને બિનઅધિકૃત ભરીને જતા લાકડાઓના ટ્રેકટરો દેખાતા નથી કે પછી...જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ ગોઢા નજીક લીલા લાકડા ભરી જઇ રહેલ ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતાં બલોધર ગામ ના એક નિર્દોષ મજુર મોત ને ભેટ્યો હતો ત્યારે દિવસ રાત હાઇવે તથા સિંગલ રસ્તાઓ પર ટ્રેકટરો ભરી ને શો મિલોમાં ઠલવાઈ રહ્યા છે  

ભીલડી ની શોમિલો માંથી હજારો ટન લાકડું ચિમનીની ભઠ્ઠી માં જઇ રહ્યું છે

ભીલડી વિસ્તારમાં ધમધમતી શો મિલો માંથી સમગ્ર રાજ્ય માં ચાલતી ચિમની ની ભઠ્ઠી માં હજારો ટન લાકડું જઇ રહ્યું છે ત્યારે તંત્ર પણ તમાસો જોયું રહ્યું છે

રોજેરોજ રાત્રી દરમિયાન દસ થી વધુ ટ્રેક્ટરો ભરી આવતા હોય છે

ભીલડી વિસ્તારમાં ચાલતી શો મિલો માં રોજેરોજ રાત્રી દરમિયાન દસ થી વધુ ટ્રેક્ટરો ભરી લીલુ લાકડું આવે છે અને શો મિલો માં કટીંગ થઈ રહ્યું છે

વુક્ષો નું નિકંદન થતા પક્ષીઓ ના માળા પણ વિખેરાઈ રહ્યા છે

ભીલડી આજુબાજુ વિસ્તારમાં લીલા લાકડા નો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેના કારણે અનેક વુક્ષો નું નિકંદન નીકળી જતા પક્ષીઓ ના માળાઓ પણ વેરવિખર થઈ રહ્યાં છે.......