થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન આપતાં ચૂંટણી પંચે ખુલાસો માંગ્યોવિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને રૂ. 40,00,000 સુધી ખર્ચ કરવા માટેની ચૂંટણી પંચે મર્યાદા નક્કી કરી છે. જેનાથી વધુ ખર્ચ ઉમેદવારો કરી શકતાં નથી. ત્યારે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચ પર ચૂંટણી તંત્રની ટીમોની નજર છે.જોકે, ચૂંટણી ખર્ચ અંગેની વિગતો સમયસર ન આપનારા દિયોદર અને કાંકરેજ વિધાનસભા સિવાયના 20 ઉમેદવારોને નોટીસ જાહેર કરી ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3, પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 નો સમાવેશ થાય છે.ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વિધાનસભા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. મતદારોને રીઝવવા માટે ચા-નાસ્તા અને ભોજનની જયાફતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે....