શિયાળાની શરૂઆત થતાં જ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રવાસની મોસમ જામતી હોય છે. મનોરંજનની સાથે સાથે માહિતીસભર જ્ઞાન આપતાં પ્રવાસો દરેક સ્કૂલ દ્વારા કરવામાં આવતાં હોય છે. ત્યારે આ વખતે સરથાણા જકાતનાકા અને મોટા વરાછામાં આવેલી વાત્સલ્ય પ્રી ઈન્ટરનેશનલ સ્કૂલના ભૂલકાઓને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે લઈ જવામાં આવ્યાં હતાં.
પ્રી- સ્કૂલના ભૂલકાઓના કિલકિલાટથી ગૂંજ્યુ પ્રાણી સંગ્રહાલય, સિંહ-વાઘની ત્રાડ સાંભળી મનોરંજન માણ્યું

