વિસનગર શહેરમાં આવેલ ગૌરવપથ પર આવેલ કો ઓપરેટિંવ બેંકમાં પૂછપરછ કરવા ગયેલા વૃદ્ધની એક્ટિવાની ડેકીમાંથી અજાણ્યા ઈસમે 60 હજારની ચોરી કરી હતી. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આમ એક્ટિવામાંથી ચોરી થતા વૃદ્ધે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વિસનગર શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. તાલુકાના સુંશી ગામના અને શહેરની ગોકુલનગર સોસાયટીમાં રહેતા ભગવાન શંકર પટેલ નામના 81 વર્ષીય વૃદ્ધ ઘરેથી 50 હજાર રોકડા એક્ટિવા નંબર GJ.02.BK.6248ની ડેકીમાં મૂકી ત્રણ દરવાજા ઢાળમાં આવેલ બેંક ઓફ ઈન્ડીયાની શાખામાં આવ્યા હતા. જ્યાંથી ભગવાનણએ 17 હજાર ઉપાડી ઘરેથી લાવેલ 50 હજાર અને 10 હજાર ભેગા કરી 60 હજારનું બંડલ એક્ટિવાની ડેકીમાં મૂક્યું હતું.
એક્ટિવાની ડેકીમાં બંડલ મૂકી ગૌરવપથ પર આવેલ ધી કો-ઓપરેટિવ બેંકમાં ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ઈસમ બગડેલી એક્ટિવાની ડેકીમાંથી 60 હજાર રોકડ અને બેંકની પાસબુક લઈ ફરાર થઈ ગયો હતો. જ્યાં બેંકના કર્મચારીએ આવી કહેતા ભગવાનભાઈએ તાત્કાલિક બહાર આવી તપાસ કરી હતી. બેન્કના CCTVમાં એક્ટિવામાંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતો જોવા મળતાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભાળ ન મળતાં CCTV ફુટેજના આધારે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.