સુરત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાનું સુરતમાં નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને નિવેદન આપ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સુરત આવે છે (Prime Minister is coming to Surat ) કારણકે, તેઓ હારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ તો છેલ્લા છ મહિનાથી સતત ગુજરાતના (Gujarat Assembly Election 2022) પ્રવાસ કરી રહ્યા છે. સુરતમાં 27 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ કતારગામ વિસ્તારમાં રોડ શો કરશે.

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 લઈને ફક્ત પાંચ દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં 27 નવેમ્બરના રોજ એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રોડ શો કરશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંયોજક (Aam Aadmi Party Coordinator) એવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ કતારગામ વિસ્તારમાં રોડ શો કરશે. તે ઉપરાંત સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને વેપારીઓ સાથે મિટિંગ પણ કરશે. તેઓ યોગીચોક ખાતે પણ મોટી જનસભાને સંબોધશે. જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા વરાછાના અભરામ ખાતે જન સભાને સંબોધશે. જોકે કહી શકાય છે કે, સુરતની 12 વિધાનસભા બેઠકોમાંથી આ વખતે વરાછા, કતારગામ, કરંજ અને કામરેજ વિધાનસભાની બેઠક (Kamrej assembly meeting) ઉપર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર તકકર છે.