ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી ભાજપ માટે એક પછી એક અડચણો આવી રહી છે. કારણ કે ડાયમંડ યુનિયને ભાજપનો બોયકોટ કરવાનું નક્કી કર્યું છે. ધ ડાયમંડ વર્કર્સ ગુજરાત યુનિયન રાજયમાં હારાના કારીગરોનું સૌથી મોટું યુનિયન છે. આથી આ યુનિયન સાથે સંકળાયેલા હીરાના કારીગરોએ ભાજપના કરેલા બહિષ્કાર આંચકારૂપ સમાચાર છે. આ યુનિયનનું કહેવું છે કે, તેની વર્ષો જૂની પડટર માગણીઓ છે તેનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી. આ સંજોગોમાં તેમના પ્રશ્નોનો હલ લાવી શકે એવા પક્ષને મત આપે, યુનિયયનની આ જાહેરાત ભાજપ માટે મોટો ઝટકો છે. હીરાના કારીગરોના યુનિયનની આ જાહેરાતથી પાટીદાર મતોમાં પણ ભાજપને ફટકો પડી શકે છે.

હીરા શ્રમિકોના પ્રશ્નો અંગે ઝિલારિયાએ કહ્યું કે, હીરા ઉદ્યોગમાં શ્રમ કાનૂનોને લાગુ કરવામાં આવ્યા નથી. પ્રોફેશનલ ટેક્સ રદ કરવાની માગ પણ એમ જ પેન્ડિંગ છે. સુરતમાં દુનિયાની સૌથી મોટી ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઇન્ડસ્ટ્ર્રીઝ છે. કતારગામ અને વરાછા જેવા વિસ્તારોમાં 4500 નાના મોટા હીરાના કારખાનાઓમાં છ લાખથી વધુ હીરાના કારીગરો કામ કરે છે. આ બંને વિધાનસભા સીટ પર આમ આમદી પાર્ટીના મુખ્ય ચહેરા મેદાનમાં છે. કતારગામથી ગોપાલ ઇટાલિયા અને વરાછાથી અલ્પેશ કથિરિયા મેદાનમાં છે.