સુરતમાં આવતી તા. 27 નવેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી મોદી સુરત શહેરમા રોડ શો તથા ગોપીન ગામ ખાતે જાહેર સભા કરવાના છે. ત્યારે તા 27ના રોજ સવારના નવ થી તા. 28ના રોજ બપોરના બે વાગ્યા સુધી શહેરમાં મગદલલાથી લઇને સહારા દરવાજા સુધીનો મુખ્ય માર્ગ તથા ત્યાંથી અબ્રામા રોડ ગોકુલધામ સુધીના મુખ્ય માર્ગો પર વાહનો દોડાવી શકાશે નહી. આમ શહેરના મુખ્ય માર્ગો પર તો વાહનો નહી દોડાવી શકાય પરંતુ આંતરિક માર્ગ પર વાહનવ્યવહાર યથાવત રાખવામાં આવશે. પોલીસના સત્તાવાર સૂત્રોએ ઝેડ પ્લ્સ સિકયુરીટી હોવાને કારણે આ મામલે પોલીસ દ્વારા ચુસ્ત પણ બંદોબસ્ત રાખવામાં આવનાર હોવાનુ જણાવ્યુ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરત એરપોર્ટથી હવાઇ મથક ટી-પોઇન્ટ, મગદલ્લા ટી પોઇન્ટ, એસ. કે. નગર ચાર રસ્તા, મગદલ્લા વાય જંક્શન, રાહુલરાજ મોલ ત્રણ રસ્તા, કારગીલ ચોક, એસ. વી. એન. આઇ. ટી. સર્કલ, પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજ, ચોપાટી છત્રી, અઠવાગેટ સર્કલથી જમણે ટર્ન લઇ રીંગ રોડ જની આર. ટી. ઓ. , મજુરા ગેટ ઓવર બ્રિજ, કડીવાલા ઓવરબ્રિજ, ઉધના દરવાજા ઓવરબ્રિજ, માન દરવાજા રીંગ રોડ ઓવર બ્રિજ, સહારા દરવાજા રેલ્વે ઓવરબ્રિજ, સરદાર માર્કેટ, આઇ માતા સર્કલ, પરવત પાટીયા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઇ BRTS નહેર રોડ, રેશ્મા સર્કલ, પુણા જંક્શન, સીમાડા નહેર ત્રણ રસ્તાથી ડાબે ટર્ન લઇ BRTS, સિલ્વર બિજનેશ હબ, સ્વાગત જંક્શન, સીમાડાનાક ચાર રસ્તા, સવજી કોરાટ તાપી બ્રિજ, મોટા વરાછા રોડ લજામણી ચોક, સ્વામીનારાયાણ સર્કલથી જમણે ટર્ન લઇ અબ્રામા રોડ, નંદચોક ચાર રસ્તા, ગોકુલધામ (મંત્રૠહોમ) ચાર રસ્તાથી ડાબે ટર્ન લઇ ગોપીનગામ ટી પોઇન્ટથી જમણે ટર્ન લઇ વેદાંત પેરાડાઇઝ ત્રણ રસ્તાથી ડાબે ટર્ન લઇ આઉટર રીંગ રોડ ગોપીનગામ પાછળના ગેટથી સભાના સ્થળ સુધી બન્ને તરફના મુખ્ય માર્ગો તથા સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનો પર પાર્કિંગનો પ્રતિબંધ છે.