ભાજપનો ગઢ ગણાતી લિંબાયત વિધાનસભામાં સૌથી વધુ મતદારો મરાઠી સમાજના આવે છે આ વખતે પણ ભાજપે સિટિંગ ધારાસભ્ય સંગીતા પાટિલને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસે ગોપાલ પાટિલને ટિકિટ આપી છે. આપમાંથી પંકજ તાયડેને ટિકિટ મળી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પ્રમુખ પક્ષમાંથી મરાઠી ઉમેદવારોને ઉભા રખાયા હોય મરાઠી મતોનું વિભાજન થશે. લિંબાયત બેઠકમાં કુલ મતદારો 3. 04 લાખ મતદારો છે. જે પૈકી મરાઠી જાતિના મતો જ કુલ 1. 20 લાખ જેટલાં છે. મરાઠી સિવાય અન્ય મુસ્લિમ મતદારો પણ આ બેઠક માટે ઉલટફેર કરી શકે એમ છે.

સુરતની વિધાનસભા બેઠકોમાં અપક્ષ ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા લિંબાયત વિધાનસભા બેઠક પર છે. કુલ 44 ઉમેદવારો પૈકી 33 ઉમેદવારો તો માત્ર અપક્ષ જ છે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંગીતા પાટિલ વધુ મતોથી સરસાઇ હાંસિલ કરતાં આવ્યાં છે ગત ચૂંટણીમાં 31, 951 લિડથી વિજયી થયાં હતાં.

શહેરમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામી રહ્યો છે પરંતુ લિંબાયત વિધાનસભા બેઠક એક એવી બેઠક છે કે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે કે આપ પક્ષ એવો કોઈ જાણીતો ચહેરો ઉતારી શક્યા નથી. સંગીતા પાટિલ માટે માત્ર કેટલી લિડ સાથે જીત મેળવે છે તેના પર જ હાલ ગણતરી થઈ રહી છે. બેઠકના સૌથી વધુ 33 જેટલા અપક્ષ ઉમેદવારો મતદારોને તોડશે જે આપ અને કોંગ્રેસ માટે મુસિબતરૂપ સાબિત થઈ શકે છે.