મહેમદાવાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના પ્રવેશ દ્વારના ગેટ પાસે થયેલ દબાણને લઈને મારા મારીના બનાવને લઈને... ..!!( F. I.R.) પણ નોંધાઈ ગયેલ હોવા છતાં અને કોઈ કાયદાકીય તટસ્થ તેમજ કડક કાર્યવાહી ન થતા ફરિયાદી પોતાની ફરજ દરમિયાન ડર ના માહોલ મા તેમજ માનસિક રીતે ત્રસ્ત.... હેરાન પરેશાન....!!!!!

    મહેમદાવાદ શહેર મા પવિત્ર વાત્રક નદી ને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન જયારે આજે ભક્તો માટે એક આસ્થા નું કેન્દ્રબિંદુ બનેલ છે અને અહીં દેશ-વિદેશ થી તેમજ વી. આઈ. પી. થી લઈને વી. વી. આઈપી. સાથે હિન્દુ સમાજ ની દરેક જ્ઞાતિના લોકો અહીં દર્શનાર્થે આવે છે અને હાલમાં જ યુપીના પ્રધાનમંત્રી યોગી આદિત્યનાથજી પણ મંદિર પરાશરમાં આવ્યા હતા આવા દેશના સૌથી મોટા મંદિરના મુખ્ય પ્રદેશ દ્વાર ને અડીને જ પાણીની બોટલો , નાસ્તા ના પડીકા, ચા, ગુટકા પાન મસાલા જેવી વસ્તુના વેચાણ અર્થે બાંધેલ કાચા મંડપમાં ધંધો કરતા મહેન્દ્રભાઈ ડાભી ને પબ્લિક રિલેશન સર્વિસ ( મેનેજર) તરીકે ફરજ બજાવતા ઉજ્જવલભાઈ ભટ્ટ દ્વારા દિવાળીના ટાણે ભક્તોની ભારે ભીડ તેમજ સાધનોની અવરજવરને પડતી તકલીફને લઈને તેમને વિનંતી સાથે પાણીની બોટલો તેમજ લટકાવેલા પડીકાને દૂર લઈ જવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ વર્તન કરતા .. બિભસ્ત વાણી નો ઉપયોગ કરતા મંદિર પરાશરમાં સતત બે વર્ષથી ફરજ બજાવતા ઉજ્જવલભાઈ ભટ્ટ જેવો અમદાવાદથી આવે છે અને હજી પોતાની ફરજ પર જતા કહેતા કે સવાર સવારમાં તમારો પણ દિવસ ખરાબ ના કરો અને મારું પણ દિવસ ખરાબ ના કરો અને આ ચર્ચા તેમજ તુ તુ મે મે ઉગ્ર બનતા ને વિશેષ રૂપ લેતા અને ધંધો કરતા મહેન્દ્રભાઈ ડાભી દ્વારા ધંધો તો અહીં જ થશે એમ કહીને ઉગ્રતા પૂર્વક ક્રોધે ભરાઈ ને ઉજ્જવલભાઈ સાથે જપાજપી કરતા મારામારી થતા તેમના બે દાત હલી જતા અને લોહી નીકળતા મંદિર મા આવતા દર્શનાર્થીઓ વચ્ચે પડી અમને છોડાવવામાં આવ્યા હતા.

   હાલમાં બંનેની સામસામે જોકે ફરિયાદ પણ થયેલ છે પણ લોકમુખે ચર્ચા મુજબ મંદિર પરાશરમાં ઘણી વખત ચોરીઓ પણ થયેલ છે...!!! સાધનોની પણ ચોરી થયેલ છે...!!! અને જ્યારે આવી પવિત્ર જગ્યા ના પ્રવેશ દ્વાર પાસે જ દર્શનાર્થીઓ ની હાજરીમાં ગાળા-ગાળી અને અનેક લુખ્ખા તત્વો દ્વારા બિભસ્ત વર્તનની પણ ફરિયાદો મંદિર પ્રશાસન પાસે આવતી રહે છે પણ મંદિરના ટ્રસ્ટી દ્વારા રહેમ નજર રાખી તેમની રોજી રોટી ન છીનવાય તેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.

   આ મંદિરમાં મંગળવાર ના રોજ શહેરની લોકલ મહિલાઓ... શહેરીજનો... અનેક શ્રદ્ધાળુઓ પણ પગમાં ચંપલ પહેર્યા વગર પોતાની માનતા મુજબ પગપાળા નિજ મંદિરે આવે છે તેઓ દ્વારા પણ મંદિરની બહાર લારી -ગલ્લા, ફેરીયાઓ, કાચા મંડપ બાંધીને ધંધો કરતા લોકો થી નહિ પણ ઘણી વખતે ત્યાં એકત્રિત થઈને ઊભા રહેતા નવરા તેમજ લુખ્ખા તત્વો જેવા લોક ટોળા મહિલાઓને ખરાબ નજરે જોવે છે તેમજ ગાળા-ગાળી પણ કરતા હોય છે તેની પણ મંદિર પ્રશાસનને અનેકો વાર ફરિયાદો મળતા મંદિર દ્વારા કાટાડા તારની વાડ પણ બનાવવામાં આવી હતી પણ અમુક માથાભારી તત્વો તેને પણ તોડીને અંદર આવી જતા હતા તેને લઈને હાલમાં એક કોટરૂપી દિવાલ પણ બનાવવામાં આવી છે છતાં પણ આ ફેરી આવો આવી દાદાગીરી કરશે તો...!!! કેમ ચાલશે..!!! અને ક્યાં જઈને અટકશે..!!!

  આમ દિવાળી દરમિયાન બનેલ મારા મારીના આ બનાવને લઈને 29 10 2022 ના રોજ F. I. R. પણ નોંધાયેલ છે... જોકે બેવની સામ સામે ફરિયાદ થયેલ છે... પણ મંદિર પ્રશાસન પોતાની ત્યાં ફરજ બજાવતા દરેક નાનામાં નાના કર્મચારી થી લઈને ઉચ્ચ પદ પર ફરજ બજાવતા કર્મચારીની માત્ર કર્મચારી તરીકે નહીં પણ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ના એક પરિવાર નો દરજ્જો આપે ત્યારે પોતાના પરિવારનો કર્મચારી ડરના માહોલ રહેતા ચિન્તાજનક છે.

    ફરી આવા બનાવ ન બને તેને ધ્યાનમાં લઈને ફોજદારી ફરિયાદને ધ્યાને લઈ કડક અમલવારી અને યોગ્ય પગલાં લે જેથી લઈને કોઈ દર્શનાર્થી તેમ જ અન્યને પરેશાની ન થાય તેવી ફરિયાદીની સાથે સાથે ભાવિ ભક્તો... ની વિનંતી સહ પ્રાર્થના તેમજ માંગ છે.