અંબાજી ખાતે માગશર સુદ બીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવીબ

બહુચર માં ના ગોખે શ્રી અંબાજી આનંદ ગરબા પરિવાર દ્વારા 12 કલાકની આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવી

 માં અંબા બહુચર ને રસ રોટલી નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને લાડુનો ગોખ પણ ભરવામાં આવ્યો હતો

શ્રી અંબાજી આનંદ ગરબા પરિવારની બહેનો અને અંબાજી ગામની ધર્મ પ્રેમી જનતાઓ મોટાભાગે આનંદ ગરબાના પાઠમાં જોડાયા હતા અને ઢોલ નગારા હાથે નાચતા ગાતા માં અંબા બહુચરના ગુણલા ગયા હતા

આજના દિવસનું મહત્વ

 સંવત ૧૭૩૨ ની સાલે માઁ બહુચર સ્વયમ આવીને વલ્લભ ભટ્ટ અને ધોળા ની ભરશિયાળે રસ રોટલી ની નાત જમાડવી હતી એ નિમિત્તે આજે આ દિવસની ધૂમધામથી ઉજવણી વર્ષોથી કરતા આવી રહી છે