પાવીજેતપુર નજીક મોટી રાસલી ના સાંકડા નાળા ઉપર મોટી હોનારત ન સર્જાય તે માટે પાવીજેતપુર પોલીસ દ્વારા બંને બાજુ બેરીકેટ મૂકવામાં આવ્યા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

          છોટાઉદેપુર થી બોડેલી જતો રાજ્ય ધોરી માર્ગ પાવીજેતપુર નજીક આવેલ મોટી રાસલી ગામ પાસેથી પસાર થાય છે. ત્યારે મોટી રાસલી ગામે વર્ષો પહેલા બનાવેલ નાળુ જે સાંકડું હોવાના કારણે વાહનો નો અકસ્માત થવાનો ભય જનતાને સતાવી રહ્યો છે. તાજેતરમાં જ બોડેલી થી છોટાઉદેપુરના રસ્તાનું સમારકામ કરી નવીન રસ્તો બનાવવામાં આવ્યો છે તેમજ આજુબાજુ બંને બાજુ બબ્બે ફૂટ જેટલો પહોળો રસ્તો કરવામાં આવ્યો છે ત્યારે આ નાળુ ખૂબ જ નાનું હોય, પહોળાઈમાં સાંકડું હોય જેના કારણે બે મોટા વાહનો સામ સામે આ નાળા ઉપરથી પસાર થઈ શકતા નથી કેટલીય વાર અકસ્માતો પણ સર્જાયા છે. નાળા ઉપર ટ્રકો પણ ચઢી ગઈ છે. નાળુ સાંકડું હોય અને રસ્તો પહોળો હોય તેથી નાડા અને રેલિંગ વચ્ચે ગેપ હોય જે ગેપમાંથી બાઈક ચાલક કે નાના વાહન વાળા અંદર પડી જાય તો નાળા નીચે ૨૦ થી ૨૫ ફૂટ ઊંડા ખાડામાં પડે તેમ છે. નવીન નાળું ન બને ત્યાં સુધી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક પાવીજેતપુર પોલીસે બંને બાજુએ બેરીકેટ મૂકી અકસ્માત ન સર્જાય તે માટેનું આયોજન કર્યું છે. 

       આમ, પાવીજેતપુર નજીક મોટી રાસલીના સાંકડા નાળા ઉપર અકસ્માત ન સર્જાય તે માટે બંને બાજુએ પાવી જેતપુર પોલીસ દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા છે.