સુરતના પાંડેસરા ખાતે આવેલી આકૃતિ ડાઈંગ મીલમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. આગની આ ઘટનામાં બે લોકો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા હતા. જયારે એક કર્મચારી પહેલા માળેથી કુદી જતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. ચાર ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.