મતદાતાઓ જોડાયા અચૂક મતદાન માટેની સહી ઝુંબેશમાં
અમરેલી, તા.૨૪ નવેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરુ છે. જિલ્લાના ૯૬- લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બાબરા તાલુકામાંઇકો ફ્રેન્ડલી બુથની પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વધુમાં લાઠી તાલુકામાં ઓછું મતદાન ધરાવતા વિસ્તારમાં મતદાતાઓએ મતદાન માટે સહી ઝુંબેશમાં જોડાઈ અચૂક મતદાન માટે પોતે સહભાગી થઇ રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું ઋણ અર્પણ કરશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.