લીલીયા પો.સ્ટે . ચોરીના ગુન્હાના પરપ્રાંતીય કાચા કામના કેદીને રાજકોટના નાનાવાડા ગામેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી .

 ગુન્હાની વિગત : -

 મજકુર કેદી લીલીયા પોસ્ટે . ના મોટર સાયકલ ચોરીના ગુન્હામાં અમરેલી જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે કેદ હોય,

અને ગુજરાત હાઇકોર્ટ નાઓની હાઇ પાવર કમીટીની ગાઇડ લાઇન મુજબ તથા સરકારશ્રીના પરીપત્ર મુજબ , જે.એમ.એફ.સી. કોર્ટ અમરેલી નાઓના હુકમ આધારે દિન -૬૦ ના વચગાળના જામીન રજા મંજુર થતા.

  મજકુર કેદીને તા .૨૭ / ૦૧ / ૨૦૨૨ ના રોજ વચગાળના જામીન રજા ઉપર મુકત કરવામાં આવેલ અને મજકુર કેદીને તા .૨૯ / ૦૩ / ૨૦૨૨ ના રોજ અમરેલી જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય,

પરંતુ મજકુર કેદી અમરેલી જીલ્લા જેલમાં હાજર ન થતાં તા .૨૯ / ૦૩ / ૨૦૨૨ થી ફરાર થયેલ અને મજકુર કેદી પોતાના વતન મધ્યપ્રદેશ બાજુ ભાગી ગયેલ

  અને કેદીને પકડી પાડવા સારૂં જે.એમ.એફ.સી લીલીયા કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ -૭૫ મુજબ પકડ વોરંટ ઇશ્યુ કરી આરોપીને પકડી પાડવા સારૂં ખાસ આદેશ કરવામાં આવેલ હતો .

 પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય .

જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી નાઓ દ્વારા,

 હાલ આગામી વિધાનસભા ચુંટણી -૨૦૨૨ ની આદર્શ આચારસંહિતા અમલમાં હોય, અને ચુંટણી શાંતી પૂર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ

  રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય,

જે મુજબ એ.એમ પટેલ પો.ઇન્સ . એલ.સી.બી. અમરેલી નાઓની ટેકનીકલ મદદ આધારે કે.જી.મયા ( ગઢવી ) પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા,

ચોકકસ બાતમી આધારે લીલીયા પો.સ્ટે . એ - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૫૨૦ ૦૬૩૪/૨૦૨૧ IPC કલમ -૩૭૯ , ૧૧૪ મુજબના કામે,

  અમરેલી જીલ્લામાં કાચા કામના કેદી તરીકે કેદ રહેલ અને અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કાચા કામના કેદીને,

 રાજકોટ જીલ્લાના નાનાવાડા ગામેથી તા .૨૪ / ૧૧ / ૨૦૨૨ ના રોજ મળી આવતા આગળની ધટતી કાર્યવાહી કરવા .ન્યુ.ફ.ક.મેજી .લીલીયા કોર્ટને સોંપવા તજવીજ કરેલ,

 પકડાયેલ કેદી :

 સંજય દિનેશભાઇ બધેલ ઉ.વ. - ૨૨ રહે.- ઉબલક , તા.જોબટ, જી.અલીરાજપુર,મધ્યપ્રદેશ, હાલ. - નાનાવાડા તા.જી.રાજકોટ,

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , હિમકરસિંહ નાઓની સૂચના અને એ.એમ.પટેલ પો.ઇન્સ . એલ.સી.બી. નાઓના સીધા માર્ગદર્શન હેઠળ,

  કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI જીતેન્દ્રભાઇ મકવાણા , શ્યામકુમાર બગડા હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , બ્રીજરાજસિંહ વાળા , નરેશભાઇ લીંબડીયા , દેવાયતભાઇ ભેડા , ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા ..

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.