128 હાલોલ વિધાનસભા બેઠક પર ટીકીટ ન મળતા અસંતુષ્ટ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના સક્રિય કાર્યકર અને ગોપીપુરા ગામના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયા તેમજ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર સુભાષ પરમાર સહિત 7 અસંતુષ્ટોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય મોરચે ગરમાવો પેદા થવા પામ્યો છે જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવુતિ કરવા બદલ આ તમામ 7 સક્રિય કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપાના 2 જૂથ પડી ગયા હતા જેમાં એક જૂથ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું ત્યારે બીજા અસંતુષ્ટ જૂથમાં ભાજપાના સિનિયર કાર્યકરો અને પૂર્વ હોદ્દેદારો હતા જે પૈકી હાલોલના ગોપીપુરા ગામના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયાએ ભાજપમાંથી ટીકીટની માંગણી કરી હતી પરંતુ ભાજપા મોવડી મંડળે તેઓની માંગણીને નકારી દઈ વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને ટિકિટ ફાળવતા ભાજપ દ્વારા ટીકીટ ન આપવામાં આવતા નારાજ થઈ રામચંદ્ર બારીયાએ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જેમાં પક્ષ વિરૂદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર રામચંદ્ર રમણલાલ બારીયા તેમજ તેમને ટેકો આપનાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ રમણલાલ પરમાર, રામચંદ્રના ભાઈ રતિલાલ રમણલાલ બારીયા રામચંદ્રના પત્ની ભગવતીબેન રામચંદ્ર બારીયા તેમજ સુભાષભાઈ પરમારના પુત્ર અને વર્તમાન કોર્પોરેટર ચિરાગભાઈ સુભાષભાઈ પરમાર અને ઘોઘંબા એપીએમસી ના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ મોતીસિંહ પરમાર તેમજ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા ભાજપા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેને લઈ હાલોલના રાજકારણમાં ભારે હલચલ સાથે નીત નવી ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.