*મતદાન જાગૃતિ સંદર્ભે ખત્રી વિદ્યાલયમાં મતદાન જાગૃતિ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી*

    છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને જિલ્લા શિક્ષણાંધિકારી શ્રી ની કચેરી ના આદેશ મુજબ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા ની શાળાઓમાં મતદાન જાગૃતિ સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું .ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે અલગ અલગ દિવસોમાં વક્તૃત્વ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા ,રંગોળી સ્પર્ધા,કવિઝ કોમ્પિટિશન જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં મતદાનની જાગૃતિ આવે અને દરેક મતદાતા પોતાના મતનું મહત્વ સમજે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તે હેતુસર આજરોજ ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઇ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામમાં સાયકલ અને બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સૂત્રોચાર કરીને સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું. બોડેલીના દરેક સોસાયટી અને બજારમાં ફરી લોકોને મતદાન નું મહત્વ સમજાવ્યું અને પાંચમી ડિસેમ્બરે તમામ મતદારો પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે લોકો પાસે જઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સમજણ આપવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક પણ કરવામાં આવ્યું જે અલગ અલગ નુક્કડ પર કુતુહલ સાથે લોકોએ નિહાળી મતદાન વિશેની સમજણ મેળવી શાળાના તમામ વિદ્યાર્થીઓ પાસે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ એસ માસ્ટર દ્વારા પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ યુનિટ દ્વારા કરવામાં આવ્યું