અપનાઘર આશ્રમ દ્વારા નિરાધાર માનસિક બીમાર અને જેનું કોઈ નહોય તેવા લોકો ને સાચવે અને સાજા થાય એટલે પરિવાર મિલન કરાવે છે.

આજરોજ દયારામ મહારાજ (પાગલ પ્રેમી) ને જીવણ ભાઈ ડેરી વાળા નો ફોન આવ્યો કે વર્ષામેડી ચકરા પાસે એક માનસિક બીમાર વ્યક્તિ છે. તેઓ તુરંત ગયા નામ શિવા અને કલકત્તા નો રહેવાસી બતાવ્યું પોલીસ સ્ટેશન માં જાણ કરી ને અપના ઘર આશ્રમ ગાંધીધામ માં લઈ જવા માટે અંજાર નગર પાલિકા પ્રમુખ શ્રી લીલાવંતી બહેને એમ્બ્યુલન્સ મોકલી અને દાખલ કરવા માટે લાઈગયા અપનાઘર આશ્રમ આવા જે નિરાધાર માનસિક બીમાર અને જેનું કોઈ નહોય તેવા લોકો ને સાચવે અને સાજા થાય એટલે પરિવાર મિલન કરાવે છે. અત્રે ઉલેખનિય છે કે દયારામ મહારાજ (પાગલ પ્રેમી) આવું કાર્ય અઢાર વરસ થી કરેછે. અને છેલ્લાં 6 વરસ થી ગુજરાત લેવલે આ કાર્ય કરી રહ્યા છે. અત્યારે અંજારમાં જ રહે છે. તેમની આ નિસ્વાર્થ ભાવે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર કામ કરતા હોવાથી ભગવાન તેમને એવી મદદ કરે છે. કે આવા લોકોને અંજાર અને આજુબાજુના ગામોમાં મોકલી આપે છે.. તેઓ પાગલ સિવાય ની અન્ય સેવાઓ જેમકે કોરોના લોક ડાઉન મા અન્નક્ષેત્ર બીજા લોકડાઉન્ન માં મગનું ઓસામણ અને અત્યારે લમ્પી માં ગૌ સેવા જેવાં સ્વેચ્છાએ કરતા રહે છે..