બોરવાઇ ગામે આગના બનાવમાં પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ ખાનપુર તાલુકાના બોરવાઈ ગામે વીજપોલ પર થયેલા શોર્ટ સર્કિટના કારણે ઉપાધ્યાય અમૃતલાલ ના વાડામાં રહેલું પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ થયું ગ્રામજનોએ સાવચેતી વાપરી બાજુમાં રહેલા લાકડા હટાવી આગને ઘર સુધી પહોંચતા અટકાવી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીનો મારો ચલાવ્યો જોકે ગ્રામજનો પાણી છાંટે ત્યાં સુધીમાં તો તમામ ઘાંસ બળીને ખાખ થયું ગ્રામજનો દ્વારા લુણાવાડા ફાયર ફાયટર ને પણ જાણ કરવામાં આવી પરંતુ ફાયર ફાયટર પહોચ્યું નહોતું ખાનપુર તાલુકાનું વડું મથક બાકોર ખાતે આવેલું છે જે માત્ર 6 કિમી દૂર આવેલું છે પરંતુ મુખ્ય મથક પર જ ફાયર બ્રિગેડ ની વ્યવસ્થા ના હોઇ અનેકવાર આવી ઘટનાઓમાં તાત્કાલિક કોઈ રાહત મળતી નથી બોરવાઇ ગામમાં છેલ્લા કેટલાય સમયથી ગામની ડીપી ખુલ્લી અને ગમે ત્યારે હોનારત સર્જે તેવી પરિસ્થિતિમાં છે પરંતુ એમ જી વી સી એલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રમનજનોમાં એમ જી વી સી એલ ની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો જોકે સમગ્ર બનાવમાં ગ્રામજનોની સજાગતાના કારણે કોઈ જાનહાનિ નથી પરંતુ પશુઓનું મહામૂલું ઘાંસ બળીને ખાખ થયું