આજ રોજ વાતમજુના સી. આર. સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન વાતમનવા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.જેમાં વાતમ સેન્ટર ની કુલ 12 શાળાઓમાંથી 5 વિભાગમાં 23 કૃતિઓ રજુ કરવામાં આવી.જેમાં માર્ગદર્શક શિક્ષકો અને 43 વિદ્યાર્થીઓએ હોશ ભેર ભાગ લઈને પોતાનામાં રહેલ બાળ વૈજ્ઞાનિક માનસ ને રજૂ કરવાની ઉત્તમ તક મળી.સાથે જ આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો શિક્ષકો અને શાળાના બાળકોને વાતમનવા શાળાના વિદ્યાર્થી દેસાઈ દેવરાજ ના જન્મ દિવસની અનોખી ઉજવણી રૂપે તેમના પિતાશ્રી વિશાલભાઈ એમ દેસાઈ દ્વારા તિથીભોજન આપવામાં આવ્યું.તેમજ CRC શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબ, વાતમ પે સેન્ટર આચાર્ય શ્રી પ્રકાશસિંહ યાદવ અને શ્રી સોમાભાઈ ઉપાધ્યાય દ્વારા બાળકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી ઉત્સાહિત કરવામાં આવ્યા.CRC દ્વારા ભાગ લેનાર દરેક બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત ઈનામ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.સમગ્ર દિવસ વિજ્ઞાન અને ગણીતમય બની રહ્યો.આજુબાજુની શાળાઓના બાળકોએ પણ આ પ્રદર્શન નિહાળવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.અંતમાં સમાપન સમારોહનું સંચાલન હીરાભાઈ મકવાણા દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું.આમ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ના સૂત્ર ને સાચા અર્થમાં સાકાર કરવાનો ઉત્તમ પ્રયાસ ઉત્સાહી Crc ઝાલા સાહેબ અને વાતમનવા આચાર્ય શ્રી અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યો.

અંતમાં દરેક બાળકોનો આજનો દિવસ યાદગાર બની રહ્યો. વાતમ સેન્ટરના દરેક શાળાના આચાર્યશ્રીઓ,Crc સાહેબશ્રી અને માર્ગદર્શક શિક્ષકો અને બાળકોના સાથ અને સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો.