સુરત જિલ્લામાં લોકશાહીના પર્વને લઇને લોક ઉત્સાહ વધારવા ખાસ તૈયારીઓ: કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા યોજાવા જઈ રહ્યો છે વિશેષ કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકોને મતદાન માટે જાગૃત કરવા સુરત ખાતે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા આવતીકાલ તા. ૨૪ થી ૨૬મી નવેમ્બર દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે.

કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયની કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રિય કાર્યાલય પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમ માં વી. ન. દ. ગુ યુનિવર્સિટી ખાતે ખાસ યુવા મતદારો ને ધ્યાન માં રાખી ત્રિદિવસીય મલ્ટિમિડીયા ફોટો પ્રદર્શન તેમજ વિવિધ મતદાર જાગૃતિ પ્રવુતિઓ જેવી કે સ્લોગન સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રેલી, પ્રશ્ન મંચ સ્પર્ધા, નાટક, નાગરિક પ્રતિભાવ, સિગ્નેચર કેમ્પેઇન, સેલ્ફી પોઇન્ટનું આયોજન કરવામાં આવશે

માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ ચૂંટણી પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમના ગ્રીમ પ્રચારના ભાગરૂપે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિવિધ વિભાગોમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઇ. એ. એસ, આઇ. પી. એસ તાલીમ કેન્દ્ર તેમજ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ વિભાગ માં સ્લોગન સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું સાથે જ યુવા વિદ્યાર્થીઓ દ્વારા આ મતદાર જાગૃતિ પર્વમાં જોડાવા નો સંકલ્પ પણ લીધો.

આગામી દિવસોમાં સુરત ખાતે આ પ્રકાર ની વિવિધ મતદાન જનજાગૃતિ પ્રવુતિઓનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા કરવામાં આવશે જેનો ખાસ ઉદ્દેશ લોકશાહીના આ અવસરમાં નાગરિકો વધારેમાં વધારે ઉત્સાહભેર મતદાન કરે તેમજ છેવાડાના નાગરિક સુધી મતદાન કરવાનો સંદેશ પહોંચાડવાનો છે.