નેશનલ મહાસભા પાર્ટી આ પાર્ટી વર્ષ 2021માં જ બની હતી.
સુરતની ચૌર્યાસી વિધાનસભા બેઠકની રોશનલાલ નામના નેતાએ નેશનલ મહાસભા પાર્ટીથી ઉમેદવારી નોંધાવી છે. રોશનલાલ પોતાને પ્રખર હિન્દુવાદી નેતા ગણાવે છે. તેમનો દાવો છે કે દેશમાં સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે, સાધુ-સંતો સુરક્ષીત નથી, એટલે તેમને રાજકારણમાં આવવું પડ્યું તેમ જણાવ્યું સે.
નેશનલ મહાસભા પાર્ટીના ઉમેદવાર રોશનલાલ ભાજપથી નારાજ છું તેમ રોશનલાલે જણાવ્યું હતું. નેશનલ મહાસભા પાર્ટીના વાયદા અને વિચાર ભાજપને મળતા આવે છે, પરંતુ રોશનલાલે જણાવ્યા મુજબ ભાજપે જે દાવા કર્યા એ પ્રકારનું કામ ગુજરાતમાં કર્યું નથી. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમણે અધધ આત્મવિશ્વાસ દર્શાવતા કહ્યું, 'તમે તે થાય પણ હું જીત્યા બાદ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું. '