ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ અંતર્ગત નિપૂણ ભારત કાર્યક્ર્મ હેઠળ વાર્તા કથન આધારિત શિક્ષણ શાસ્ત્ર ને વેગ આપવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨- ૨૩ બાળ વાર્તા વર્ષ તરીકે તેમજ ગિજુભાઈ બઘેકા નાં જન્મ દિવસ ૧૫ નવેમ્બર ને બાળ વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું ઠરાવેલ છે તે ઉપક્રમે દિયોદર તાલુકા ની બી.આર.સી. કક્ષાની સ્પર્ધા બીઆરસી ભવન ખાતે રાખવામાં આવી હતી બી. આર. સી દિયોદર કક્ષાએ નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત વાર્તા કથન અને નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રણ વિભાગ માં બાળકોની સ્પર્ધા થઈ હતી.જેમાં કુલ ૪૨ બાળકોએ સી.આર.સી કક્ષાએ વિજેતા થયેલા બાળકો બી.આર. સી તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો.જેમાં વાતમ સેન્ટર તરફથી ધોરણ ૧ અને ૨ ફાઉન્ડેશનલ સ્ટેજ વિભાગમાં મકવાણા કુલદીપ હીરાભાઈ એ વાર્તા કથન માં સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વાતમ સેન્ટર અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.પટેલ જય મનીષભાઈ પ્રીપેરેટરી સ્ટેજ માં પ્રથમ નંબરમેળવ્યો હતો. તેમજ

મિડલ સ્ટેજ માં પ્રથમ જોશી પૂર્વાબેન વિજય ભાઈ એ મેળવ્યો હતો.જેમાં નિર્ણાયક તરીકે સી.આર.સી વિરેન્દ્રસિંહ, શાંતિલાલ, અર્જુનભાઈ તેમજ શિક્ષક લખમણભાઈ, અરવિંદભાઈ, કિરણભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ નાયી અને કોમલબેન રહ્યા હતા અને સી.આર.સી.મોહીલભાઈ, કનુભાઈ, દિનેશભાઈ, ચંપકભાઈ, દેવજીભાઈ, કરશનભાઈ અને બાબુભાઈએ આયોજનમાં ખૂબ સરસ કામગીરી કરી હતી.બી.આર.સી વિજયભાઈ દ્વારા તમામ બાળકોને ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તમામ સી. આર. સી મિત્રોના સાથ સહકારથી કાર્યક્રમ સફળ બન્યો હતો ....