પંજાબમાં અપહરણ અને યૌન ઉત્પીડનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જલંધરમાં એક ચામડાની ફેક્ટરીમાં કામ કરતા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે કારમાં બેઠેલી ચાર છોકરીઓએ પહેલા તેનું અપહરણ કર્યું અને પછી તેને દારૂ પીવડાવી તેના પર બળાત્કાર કર્યો. તેણે દાવો કર્યો છે કે યુવતીઓએ તેને હાથ બાંધીને કારમાં બેસાડી અને આંખે પાટા પણ બાંધ્યા. જોકે પીડિત વ્યક્તિએ પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.
પીડિત વ્યક્તિએ જણાવ્યું હતું કે તે જલંધરના કપૂરથલા રોડ પર સ્થિત એક ચામડાની ફેક્ટરીમાં કામ કરે છે. તે ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન એક સફેદ કાર તેની નજીક આવીને ઉભી રહી. તેમાં 4 છોકરીઓ બેઠી હતી. આમાંથી એક યુવતીએ ગુપ્તાંગમાંથી કાપલી કાઢીને તેને બતાવી અને સરનામું પૂછ્યું. જ્યારે તેણે સરનામું બતાવવાનું શરૂ કર્યું ત્યારે તેની આંખોમાં કોઈ પદાર્થ નાખવામાં આવ્યો. જેને કારણે તેને કંઇપણ દેખાવાનું બંધ થઈ ગયુ હતું. બાદમાં તે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ યુવતીઓએ તેને બળજબરીથી કારમાં બેસાડ્યો. છોકરીઓએ તેની આંખે પાટા બાંધી દીધા. હાથ પણ બાંધી દીધા.
યુવકનાં કહેવા અનુસાર ચારેય છોકરીઓ નશામાં ધૂત હતી.મને કોઈ અજાણી જગ્યાએ લઈ ગઈ હતી.જયાં મને પણ બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને પછી મારી સાથે યૌન સંબંધ બાંધ્યો હતો.યુવકે દાવો કરતાં કહ્યું હતું કે મારી આંખો પર પટ્ટી બાંધી હતી અને હાથ પણ.તેઓએ મને લેધર કોમ્પલેક્ષ ની બહાર છોડી દીધો હતો.યુવકે એ પણ જણાવ્યું હતું કે છોકરીઓ સારા પરિવારની હતી,કારણ કે તેઓ અંગ્રેજી અને પંજાબી ભાષામાં વાત કરતી હતી.યુવકે આ તમામ ઘટનાની જાણ પરિવારજનોને પણ કરી હતી.
જો કે યુવક તરફથી પોલીસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, પરંતુ યુવકે પોતે જે દાવો કર્યો છે બાબતની પુષ્ટિ થવાની બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવક દ્વારા પોલીસ પાસે ન જવા માટેનું કારણ એ હતું કે તેના સંબંધીઓએ તેને કહ્યું હતું કે તે સુરક્ષિત રીતે પાછો ફર્યો છે. આવી સ્થિતિમાં તેણે પોલીસ પાસે ન જવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે યુવક પાસેથી માહિતી મળ્યા બાદ ગુપ્તચર વિભાગે આ સંબંધમાં વધુ માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે.
http://kishangujaratinews.atwebpages.com/2022/11/22/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a1%e0%aa%bf%e0%aa%af%e0%aa%be-%e0%aa%b0%e0%aa%bf%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%82/
PUBLISH BY: THAKKAR SAURANG, AHMEDABAD