ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરેન્દ્નગર જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ૧લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાન દિવસે નાગરીકો અચુક મતદાન કરે તે માટે જિલ્લાભરમાં પ્રિતિદન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહંયુ છે. જે અંતર્ગત વઢવાણ ખાતે શ્રીમતી એસ.જે. વરમોરા મહિલા કોલેજના ૧,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ મતદાન કરવા માટેના સંકલ્પ પત્રોનું લોકોને વિરતણ કર્યુ હતુ. તા ૧૪-૧૧-૨૦૨૨ના રોજ ૯૦૦થી વધુ લોકોના સંકલ્પ પત્ર પરત મેળવ્યા હતા. આ ઉપરાંત તા ૧૯-૧૧-૨૦૨૨ ના રોજ ૯૦૦થીવધુ વિદ્યાર્થીઓએ મતદાન માટે પ્રતિજ્ઞાા લીધી તેમજ મતદારને પ્રતિજ્ઞાા લેવડાવી હતી. તેમજ મતદાન જાગૃતિ અંતર્ગત એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ જેમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મહત્તમ નાગરીકો મતદાન માટે જાગૃત થાય તેવા આશયથી તા ૨૨-૧૧-૨૦૨૨ના રોજ સહી પ્રતિજ્ઞાા કાર્યમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્તરે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે શ્રીમતી એસ.જે.વરમોરા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અવસર લોકશાહીની મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી આ મહાપર્વમાં જોડાવા અપીલ કરી હતી. ચોટીલા તાલુકાની મોડેલ સ્કુલ, સણોસરા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી વિવિધ કલાતમક રંગોળીઓ રચીને મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત સુરજમલજી હાઈસ્કુલ-પાટડી ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં લોક કલાકાર અશ્વિન ડાભી દ્વારા લોકસાહિત્ય તથા લોક ડાયરાના માધ્યમ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો આ લોકડાયરામાં વિદ્યાર્થીઓ સહિત ૧૦૦૦ થી વધુ વ્યકિતઓએ ઉપસ્થિત રહ્યા હતા.મુળી તાલુકાના સરલા ગામે સરકારી ઉચ્ચતર માધ્યમીક શાળા, દ્વારા સેલ્ફી વિથ માય ફાધર, સેલ્ફી વિથ સંકલ્પ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ પોતાના પિતા સાથે અને મતદાન કરવાના સંકલ્પપત્ર સાથે સેલ્ફી લઈ મતદાન જાગૃતિની દિશામાં પ્રયાસ હાથ ધર્યો હતો.