ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “”દિલીપ જેન્તીભાઇ ઠાકોર તથા તેનો ભાઇ કમલેશ જેન્તીભાઇ ઠાકોર રહે બને શીવનગર,મોટેરા,આસારામ આશ્રમ,અમદાવાદ શહેર વાળા બંને તેઓના રહેણાંક મકાન પાછળના ભાગે સાબરમતી નદીના પટમાં આસારામ આશ્રમની દિવાલને અડીને નીચે ધારમાં તથા નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળી નદીના પટમાં બાવળની ઝાડીઓમાં નીચે જમીનમાં બેરેલો માટી ધુળમાં દાટી રાખી જે બેરેલોમાં મોટા પ્રમાણમાં વોશ રાખી તેઓના માણસો મારફતે દેશી દારૂનું ઉત્પાદન તથા વેચાણ કરી/કરાવે છે”.” તે માહિતી આધારે તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ રેઈડ કરી,દેશીદારૂ, કુલ કિં.રૂ.૩૯,૭૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૭ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના વેસ્ટ રિવર ફ્રન્ટ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Ahmedabad