ગાંધીધામ એ ડિવિઝન પોલીસની શ્રેષ્ઠ કામગીરી

રોકડા રૂપીયા ૫,૦૦,૦૦૦ / - ભરેલ પડી ગયેલ બેગ તેના માલિકને પરત અપાવતી ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ 

.પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ - કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ - કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃતી - કાર્યો કરવા સુચના આપેલ હોય અને ગઈ કાલ તા .૨૧ / ૧૧ / ૨૦૨૨ ના અ૨જદા૨ વિજયભાઈ શંકરલાલ ઠક્કર ઉવ .૪૩ રહે.ટી.સી.એસ. નોર્થ -૩૦ ચાવલાચોક ગાંધીધામ નાઓએ પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે તેઓએ યુકો બેંકમાથી રોકડ રકમ રૂપીયા પાંચ લાખ ઉપાડી અને મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમ્યાન ક્યાક રૂપીયા ભરેલ થેલો પડી ગયેલ છે તેવી જાણ કરતા અને જે રોકડ રકમ ભરેલ બેગની તપાસ ચાલુ હતી દરમ્યાન આજરોજ જગદિશભાઈ આણદાભાઈ અવાડીયા રહે.માથક તા.અંજાર નાઓએ પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરેલ કે ગઈ કાલે તેઓને યુકો બેંક ગાંધીધામ પાસે રોકડા રૂપીયા પાંચ લાખ ભરેલ થેલો મળી આવેલ છે અને કોઇ માલિક મળી આવેલ નથી જે આધારે એ.બી.પટેલ પોલીસ ઇન્સ્પેકટ૨ ગાંધીધામ એ - ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ રોકડા રૂપીયા ભરેલ બેગના માલિક વિજયભાઈ શંકરલાલ ઠક્કર રહે.ટી.સી.એક્સ . નોર્થ -30 ચાવલાચોક ગાંધીધામ વાળાને પોલીસ સ્ટેશન બોલાવી તેઓની રોકડા રૂપીયા પાંચ લાખ ભરેલ બેગ પરત આપવામા આવેલ છે તેમજ રોકડ રકમ ભરેલ બેગ પરત આપવા આવેલ જગદિશભાઈ આણદાભાઈ અવાડીયા રહે.માથક તા.અંજાર વાળાનુ પોલીા ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ દ્વારા સન્માન કરવામા આવેલ છે .

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*