સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જીરા ગામે દેશી દારૂ તથા ખનીજ ચોરી ગેરકાયદેસર પ્રવૃતિ સબબ પ્રેસ કટીંગ નો રદિયો કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા ગેરકાયદેસર રેતીચોરી ના બનાવો તેમજ પ્રોહીબીશન લગતની ગેરકાયદેસર ની પ્રવૃત્તીને સદંતર નેસ્તનાબૂદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય ,

અમરેલી પોલીસ અઘીક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ અમરેલી જીલ્લામાં બનતા ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ

તથા . રેતી ચોરીના બનાવો સંબંધીત ગુન્હાઓની પ્રવૃતિ ડામવા સુચના તથા માર્ગદર્શન આપવામા આવતા

હાલમા ચાલી રહેલ આ વિધાનસભા ચૂંટણીપર્વ અનુસંધાને સાવરકુંડલા તાલુકાના જીરા ગામે દેશી દારૂ અને ખનીજચોરી સામે મહિલાઓ રણચંડી બની તેમજ જીરા ગામે દેશીદારૂ તેમજ ખનીજચોરી નહી અટકતા મતદાન બહિષ્કારની ચીમકી સબબના પ્રેસ કટીંગ સમાચારો અલગ અલગ સમાચાર પત્રોમાં તેમજ સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ છે

પ્રેસકટીંગ આપેલ છે તે જીરા ગામના સરપંચ સહિતના આગેવાનો અને તેમના અંદરોઅંદરના મતદાન અંગેના આંતરિક વિખવાદના કારણે આપ્યા છે

આ જીરા ગામમાં આવી દેશી દારૂ ની તથા ખનિજ ચોરી ની કોઇ પ્રવૃત્તિ ચાલુ નથી.

તેમ છતા તકેદારી ના પગલા રૂપે જીરા ગામે રાઉન્ડ ધી કલોક જી.આર. ડી.ના જવાનો નોકરી ઉપર ગોઠવેલ છે . તેમજ રાત્રી ના સમયે સઘન નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે છે .

છતા આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ કોઇપણ નાગરીકને ધ્યાને આવેતો સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ફોન નં ૦૨૮૪૫-૨૪૨૫૯૯ ઉપર તેમજ અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ નં ૦૨૭૯૨ ૨૨૩૪૯૮ ઉપર અથવા ૧૦૦ નંબર પર જાણ કરવા જણાવવામાં આવે છે .

આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાના કારણે મતદાન બહિષ્કારના સમાચાર ને ખંડન કરવામાં આવે છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.