પોલીસ ઈન્સપેક્ટર શ્રી બી.એસ.સુથારની ટીમના પો.કો. મહેન્દ્રસિંહ દ્વારા લૂંટના ગુનાના
નાસતા ફરતા આરોપી નિયાઝહુસૈન સ/ઓ મુમતાઝહુસૈન સૈયદ, ઉ.વ.૪૮, રહે. મ.નં. ૩૧,
રીઝવાન સોસાયટી, ડી-વોર્ડ મસ્જીદ પાસે, જુહાપુરા, અમદાવાદ શહેર ને વિશાલા સર્કલ
પાસેથી ઝડપી લીધેલ છે.
આરોપી આશરે વીસેક દિવસ પહેલાં તેના મિત્રો નામે મોહમંદ જફર સ/ઓ
અનવરહુશેન શેખ રહે. દાણીલીમડા તથા મુસ્તાક @ ચપક સ/ઓ મહેમુદભાઇ શેખ રહે. વટવા
તથા ઈકબાલ ઉર્ફે શાહરુખ સ/ઓ ગફારભાઈ મહંમદભાઈ શેખ રહે. જુહાપુરાનાએ શહેરકોટડા
વિસ્તારમાંથી લૂંટ કરેલ હતી, લૂંટ કરેલ સોનાના દાગીના માંથી એક સોનાની ચેઈન તથા વિંટી
પકડાયેલ આરોપીને વેચવા સારૂ આપેલ અને તેના મિત્રો ગુનાના કામે પકડાઈ જતાં તેનું નામ
આ ગુનામાં આવતા તે પોલીસના ડરથી આજદીન સુધી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત
કરેલ.
જે અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૨૧
૩૬૦/૨૦૨૨ ઇ.પી.કો/કલમ ૩૯૨ વિગેરે મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
જે ઉપરોક્ત ગુન્હામાં આરોપી નાસતો ફરતો હોય, આરોપી વિરૂધ્ધ
સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઈ મુજબ તા.૨૨/૧૧/૨૦૨૨ ના રોજ પકડી અટક
કરવામાં આવેલ છે.
આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:
આરોપી અગાઉ મણીનગર પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હામાં દશ વર્ષની સજા
ભોગવેલ છે. તે સિવાય એક વખત જુગારના કેસમાં પણ પકડાયેલ