કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ અને પુ. પા ગૌ ૧૦૮ શ્રી દ્વારકેશલાલ મહોદય શ્રી ના પાવન સાનિધ્યમાં અને તેઓની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ કાલોલ સુવર્ણ હોલમાં અને રાધા ગોપી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે ૧૦ કલાકે નિશુલ્ક મેડિકલ કેમ્પ નુ આયોજન સમગ્ર કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કરવામાં આવેલ જેમા રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ડૉ અરવિંદ શર્મા, ડૉ નીરવ ભાલાણી ડો જયદીપ પાઠક દ્વારા હૃદય રોગ તપાસ ઈસીજી, સુગર તપાસ, બ્લડ પ્રેશર, કાર્ડિયાક કન્સલ્ટન્ટ તથા બેન્કર્સ હોસ્પિટલ ના ડૉ. મોહલ બેન્કર અને સ્ટાફ દ્વારા ઘૂંટણ ના દુખાવા માટે ઓપરેશન વગર જાપાનીસ પદ્ધતિ થી સારવાર અને સમજ, યુરો સર્જન ડો નીલ શાહ દ્વારા કિડની, પેશાબ અને પ્રોસ્ટેટ ની સારવાર તેમજ ડૉ રીતુ શાહ દ્વારા આંખના પડદા ની સારવાર માટે તથા કાલોલ ના ડૉ અંજલિ ચાવડા ગાયનેક તથા ડૉ પ્રકાશ ઠક્કર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પમાં ઉપસ્થિત તમામ ડૉક્ટરો નુ મહારાજશ્રી દ્વારા ઉપારણા ઓઢાઢી સન્માન કરવામાં આવ્યું.કુલ મળીને ૧૨૩ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પ ને સફળ બનાવવામાં માટે કાલોલ રાધા ગોપી હોસ્પિટલના ડૉ એચ આર શાહ તેમજ વૈષ્ણવ અગ્રણી નવીનભાઈ પરીખ અને યુવા વૈષ્ણવો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
કાલોલ ગોવર્ધનનાથજી ના 148 મા પાટોત્સવ નિમિત્તે પુષ્ટિ અમૃત મહોત્સવ અંતર્ગત નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો 123 દરદીઓ એ લાભ લીધો.
