ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે જેમાં સમગ્ર રાજ્યના લાગતા વળગતા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓથી લઈ સામાન્ય પટાવાળા સહિતના કર્મચારીઓ દિવસ રાત ચૂંટણીલક્ષી ફરજ બજાવી રહ્યા છે ત્યારે એક દુઃખદ અને આઘાતજનક ઘટનાની ખબર સામે આવી થી છે જેમાં મોડી રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીલક્ષી કામ કાજ કરતા સાણંદના ડેપ્યુટી કલેકટર રાજેન્દ્ર પટેલે આપઘાત કરી પોતાનુ જીવન ટૂંકાવી લેતા ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે જેમાં અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર રાજેન્દ્ર પટેલે અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લેતા સૌ કોઈ સ્તબ્ધ થઈ વિચારમાં પડ્યા છે 

જેમાં બનાવની મળતી વિગતો મુજબ સાણંદના ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) અને રીટનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ ઇડરના વતની રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી પોતાનુ જીવન ટૂંકાવ્યુ છે અમદાવાદ ખાતે આવેલ પ્રેરણા તીર્થ સોસાયટીના પાંચમા માળેથી ઝંપલાવી રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો છે આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘરે આવ્યા બાદ આત્મહત્યા કરી છે જોકે રાજેન્દ્ર પટેલે ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી આપઘાતના કરવા અંગેના કારણ પાછળ ઘેરું રહસ્ય ઘૂંટાઇ રહ્યુ છે.

એક તરફ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં દરેક રાજકીય પક્ષો પોત પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી પોતાની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા જ્યારે ચુંટણીની કામગીરી સાથે સંકળાયેલા અનેક અધિકારીઓ કર્મચારીઓ પણ દિવસ રાત એક કરી પારદર્શક ચૂંટણી યોજવાની જહેમતના જોતરાયા છે ત્યાર સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલના આપઘાતના સમાચારથી સૌ કોઈ આઘાતમાં સરી જઈ વિચારતા થઇ ગયા છે જોકે રાજેન્દ્ર પટેલના આપઘાત કરવામાં બનાવમાં વધુ તપાસ બાદ ક્યા કારણોસર આપઘાત કર્યો છે તેની સાચી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી શકે તેમ છે.