દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિબા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે તેઓ આજે બપોરે કોબા કમલમ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ પહેરશે. મહત્વનું છે કે, તાજેતરમાં જ કામીનીબા રાઠોડે કોંગ્રેસમાં રૂપિયા લઈને ટિકિટના સોદા થયા આક્ષેપ કર્યા હતા. તે બાદ હવે તેમણે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કોંગ્રેસે ટિકિટ ન આપતાં કામિનીબા રાઠેડે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે સોમવારે અપક્ષ ઉમેદવારી માટેનું ફોર્મ પરત ખેંચ્યું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, અપક્ષ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે તાત્કાલિક કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનુ મન બનાવ્યુ હતું.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના અણગમાએ ટિકિટથી વંચિત રાખ્યા હોવાનું કહેવાય છે અને આ રાજકીય દાવપેચ ચૂંટણી બાદ વધુ ઘેરા બનવાનું નિશ્ચિત છે. કામિનીબાએ અપક્ષ તરીકે મોરચો માંડ્યો ત્યારે ભાજપના સ્થાનિક નેતા-કાર્યકરોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ તેમના ભાજપ પ્રવેશની પ્રબળ શક્યતાએ ભાજપના સ્થાનિક નેતાઓની ચિંતા વધારી દીધી છે. વર્ષો સુધી કટ્ટર હરિફ રહેલા નેતાને ભાજપમાં લવાય તો ચૂંટણી સમયે કાર્યકરોનું મનોબળ તૂટવાની આશંકા પણ સેવાઈ રહી છે. ત્યારે આજે બપોરે કોબા કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવવા પહોંચવાના છે.