અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દુધાળા બાઈ ગામના બસ સ્ટેન્ડ નજીકથી,
એક વોક્સવેગન કારમાં રાખેલ વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની રીંગપેક કંપની ૭૬ બોટલો ઝડપી પાડી હતી. અને પોલીસે ૪ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે,
લાઠીના દુધાળા બાઈ ગામના બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે વોકસવેગન કંપનીની ફોર વ્હીલ ગાડી જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મા ગેર કાયદેસર રીતે વગર પાસ-પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ ની કાચની ૭૫૦ મી.લી..ની કંપની રીંગપેક બોટલો નંગ૭૬ જેની કિ.રૂ.૨૮,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૮,૫૦૦/- ના પ્રોહીબિશન મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
આ ગુન્હામાં સંડોવાયેલા
(૧) કિશનભાઇ સુરેશભાઇ દવે
રહે.મોટા લીલીયા,
(૨) સીરાજભાઇ રજાકભાઇ દલ
રહે.મોટા લીલીયા,
(૩) નટુભાઇ ભુપતભાઇ ખુમાણ
રહે.બાઇ દુધાળા,
(૪) હરેશભાઇ કનુભાઇ ખુમાણ
રહે.લુવારીયા,
(૫) યાસીનભાઇ અબ્દુલભાઇ સેલોત
રહે.અમરેલી,
સહિતના શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી