રોટરી ક્લબ ડીસા ડિવાઇન ની રોટેરીયન બહેનો દ્વારા “બાળ દિન- ચિલ્ડ્રન્સ ડે “ ના દિવસે આશાકિરણ સ્કૂલના બાળકોને તેમજ “બીઈગ ટુગેધર “ના બાળકોને રાજમંદિર ફનવર્લ્ડ -ચીઝ એન્ડ ચિપ્સ રેસ્ટોરન્ટમાં લઈ જઈ ત્યાંના ગેમ્સ ઝોનમાં ગેમ્સ રમાડી અને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવી બાળકોને ખુશી ઓ માં વધારો કરવાનું કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડો. રીટાબેન પટેલ ,મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ફાલ્ગુનીબેન ,વર્ષાબેન પટેલ ,કાંતાબેન પટેલ તેમજ અલ્પાબેન શાહ ,પ્રવીણભાઈ તેમજ ,કશ્યપભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના દાતા સાધ્વીજી નિર્મલપુરી માતાજી હતા(રામપુરા મઠ) તેમજ આ સમગ્ર કાર્યક્રમ પ્રમુખ ડૉ બિનલબેન માળીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.